Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેરાનો ઉપદ્રવ વધતા વોર્ડ નં. ૧ર ના કોર્પોરેટરોએ તંત્રને જગાડવા કરી તાકીદ?
જામનગર તા. ૩૦: જામનગરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. હોસ્પિટલોમાં ચાંદીપુરા વાયરસ અને ખાસ કરીને કોલેરાના કેસો વધારે નોંધાઈ રહ્યા છે, ત્યારે વોર્ડ નં. ૧ર ના કોર્પોરટરો અસલમભાઈ ખીલજી અને જેનબબેન ખફીએ તંત્રને જગાડવાનો પ્રયત્નો કર્યો હતો.
કાલાવડના નાકા બહાર મહાપ્રભુજીની બેઠક તરફ જતા ગઢની રાંગની નીચે કોર્પોરેટરો અસલમભાઈ ખીલજી અને જેનબબેન ખફી પહોંચ્યા હતાં જ્યાં કોર્પોરેશનનું ભૂગર્ભ ગટરનું પાણી નદીમાં ભળતું હોવાનું સ્થળ પર જ દેખાડીને ભૂગર્ભ ગટર શાખામાંથી આવેલ કર્મચારીને ફરિયાદ કરી હતી કે, ભૂગર્ભ ગટરનું કનેક્શન સીધુ જ નદીમાં મૂકવામાં આવ્યું છે. ગટરનું ગંદુ પાણી નદીના પાણીમાં ભળે છે, અને આ વિસ્તારના તળને દૂષિત કરે છે જેના પગલે ડંકીનું પાણી પીતા આ વિસ્તારમાં કોલેરા સહિતના કેસો વધારે આવે છે. આથી રંગમતી નદીના સામા કાંઠા પાસેથી રિવર ફ્રન્ટની ભૂગર્ભ ગટરની પાણીની પાઈપલાઈનનું જોડાણ કરવું જોઈએ તેવી માંગણી બન્ને કોર્પોરેટરોએ કરી હતી. અસલમભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કાલાવડ નાકા બહાર નદી પર બનાવવામાં આવેલ બ્રીજ જર્જરિત છે. જો આ પુલ ટૂટે તો મોટી જાનહાની થઈ શકે છે. તેથી અહીં નવો પુલ બનાવવા તથા રંગમતી રિવર ફ્રન્ટની કામગીરી વહેલાસર શરૂ કરાવવા માંગણી કરી હતી. કોર્પોરેટરોએ સમસ્યા રજૂ કર્યા પછી ભૂગર્ભ ગટર વિભાગના મુખ્ય ઈજનેર મુકેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ચોમાસા પછી હાલની ભૂગર્ભ ગટરની લાઈનને રિવર ફ્રન્ટની જુની લાઈન સાથે જોડીને આ લાઈનમાં વચ્ચે રીપેરીંગ કરી ગાંધીનગરના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial