Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય પાંચના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૩૦: જામનગરના રામેશ્વરનગર પાસે પાંચ બંગલા નજીકથી પોલીસે એક શખ્સને વર્લીના આંકડા લખતો પકડી પાડ્યો છે. તેના પાસેથી ચાર ગ્રાહક અને કપાત લેતા શખ્સના નામ મળ્યા છે.
જામનગરના રામેશ્વરનગર નજીક પાંચ બંગલા પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા અનોપસિંહ જેસંગજી કંચવા નામના શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી પાડ્યા હતા. તેમના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રોકડ, ફોન કબજે કરાયા છે.
તેમના મોબાઈલમાંથી કપાત લેનાર મુસ્તાક નામના શખ્સના મોબાઈલ નંબર અને ગ્રાહક વાઘભાઈ, ટીડાભા, શબ્બીર ઉર્ફે દત્ત, સલીમના નામ સાંપડ્યા છે. પોલીસે છએય સામે જુગારધારાની કલમ ૧૨ (અ) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial