Advertisement
Author: નોબત સમાચાર

ચાતુર્માસ દરમિયાન વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ચાંદીબજારના શેઠજી દેરાસરમાં દરરોજ સવારે વ્યાખ્યાન

જામનગર તા. ૩૦: જામનગર શહેરના ચાંદીબજારમાં શેઠજી દેરાસર હસ્તક પાઠશાળામાં મુનિ હેમન્તવિજયજી મ.સા.ની કર્મવિષયક પ્રવચનમાળા તથા લેખમાળા નિર્વિઘ્નતયા ચાલી રહેલ છે. બહોળા પ્રમાણમાં શ્રાવક-શ્રાવિકા લાભ લઈ રહેલ છે. વ્યાખ્યાનનો દરરોજ સમય સવારે ૭-૩૦ થી ૮-૩૦ નો છે.

આપણને પ્રાપ્ત થતાં સુખ-દુઃખના કારણની શોધ, પારિવારિક થતા કલેશ-કપાયન કારણની શોધ, ધંધા-વ્યાપારમાં થતા લાભ-નુક્સાનનું કારણ શું હોઈ શકે? આવા વિષય પર પ્રવચનમાળા તથા લેખમાળા ચાલી રહી છે. તેના સિવાય ઘરે બેઠા પેન ચલાવીને અને યાદ શક્તિનો ઉપયોગ કરીને તથા ટેલેન્ટનો ઉપયોગ કરીને વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લઈને ઈનામ જીતી શકાય છે,

(૧) વધાઈ કાર્ડ બનાવો-ઈનામ પાઓ, ભગવાન નેમિનાથને જન્મ દિવસની બધાઈ-વધાઈ આપતો બર્થ-ડે કાર્ડ સજાઓ, (ર) હાલો, હાલો, હાલો-હાલરડું ગાવાની સ્પર્ધા... પર્યુષણ મહાપર્વ પધારી રહ્યા છે. જન્મ વાચનના દિવસે પ્રતિક્રમણમાં બોલાતું હાલરડું સુંદર, સુરમ્ય, મધૂર કંઠે ગાવાની સ્પર્ધા, (૩) નિબંધ સ્પર્ધાઃ વિષય પર્યુષણ મહાપર્વ, પર્યુષણ પર્વને મહાપર્વ કહેવાનું કારણ શું? પૂર્યષણ મહાપર્વ આઠ દિવસનું કેમ? શું સંવત્સરી વાર્ષિક પર્વ છે કે, પર્યુષણ, પર્યુષણ શબ્દનો અર્થ શું? આવા અનેક વિષયો પર નિબંધ લખીને ઈનામો પ્રાપ્ત કરી શકાય છે. વિશેષ વિગત માટે જ્યોતિ-વિનોદ જૈન ઉપાશ્રયના બોર્ડનું વાચન અથવા ફોનઃ ૦ર૮૮ ર૬૭૮પ૭ર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh