Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગના વધતા પ્રમાણથી ચિંતાઃ
જામનગર તા. ૩૦: ઓખા મંડળના મીઠાપુર નજીકના સુરજકરાડીમાં રહેતા એક વૃદ્ધ તથા ભાણવડના બીજા વૃદ્ધને હૃદયરોગના હુમલા આવી જતાં બંનેના મૃત્યુ નિપજ્યા છે. દ્વારકા જિલ્લામાં વધતા જતા હૃદયરોગના હુમલાના પ્રમાણથી ચિંતા પ્રસરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં રહેતા રમેશભાઈ મનજીભાઈ મુળીયા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધને બે, ત્રણ દિવસથી છાતીમાં દુખાવો થતો હતો. તે પછી ઉલ્ટી-ઉબકા શરૂ થયા હતા. આ વૃદ્ધનું હૃદય રોગનો તિવ્ર હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વિશાલભાઈએ જાણ કરી છે.
ભાણવડ તાલુકાના ચાંદવડ ગામમાં વસવાટ કરતા ચુડાસમા લખમણભાઈ ભીખાભાઈ (ઉ.વ.૬૮) નામના વૃદ્ધ શનિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ થયું છે. નગાભાઈ બાવાભાઈ ચુડાસમાએ પોલીસને વાકેફ કરી છે. હૃદયરોગના હુમલાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ બે વ્યક્તિના મૃત્યુ થયાનું નોંધાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial