Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીપુરાના રોગચાળા સંદર્ભે જામનગર આવેલી આરોગ્ય ખાતાની ટીમે વોર્ડ નં. ૧રમા કર્યું નિરીક્ષણ

ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રની લીધી મુલાકાતઃ

જામનગર તા. ૩૦: કોલેરા અને ચાંદીપુરાના રોગચાળાએ ભરડો લીધો છે, જ્યારે જામનગરના વોર્ડ નં. ૧ર મા આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમે જામનગર આવી હતી અને આ વિસ્તારની મુલાકાત કરી હતી.

ખાસ કરીને ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના મુલાકાત કરી જ્યારે જી.જી. હોસ્પિટલની ટીમ પણ સાથે જોડાઈ હતી, અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

ખાસ કરીને સ્થાનિક આગેવાનોએ ડો. કમલેશ ઉપાધ્યાય, ડો. ભદ્રેશ વ્યાસ, ડો. તિવારી, ડો. ગોરી, ડો. ભાયા, ડો. નકુમ અને ડો. હિંગોરાએ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતાં, અને લોકોને પાણી ઉકાળીને પીવા, બરફનો ઉપયોગ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સમયે સ્થાનિક આગેવાનો અલ્તાફભાઈ ખીરા, અબરારભાઈ ગજિયા (સમાજ સેવકો), ઝમીરભાઈ ડોસાણી (એઆઈએમ જેએફ જિલ્લા પ્રમુખ), ડો. ઝાહિદભાઈ રાઠોડ, ખાલીદભાઈ વડગામા (ઘાંચી સમાજ ઉપપ્રમુખ), એસ. ઘાંચી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને તમામ મદદની ખાત્રી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh