Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પહેલા પણ આ કામ નબળું હોવા અંગે આક્ષેપ કરાયો હતો
જામનગર તા. ૩૦: જામનગરના રણમલ તળાવ પાર્ટ-રનું બ્યુટિફિકેશનનું કામ ચાલે છે તે નબળુ હોવાની અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં તળાવની અંદરના ભાગમાં કેટલુક ધોવાણ થયું હોવાનો આક્ષેપ વિપક્ષ-કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
કરોડો રૂપિયાના ખર્ચેથી રણમલ તળાવ પાર્ટ-ર ના વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ વિપક્ષે એવો આક્ષેપ કર્યો હતો કે કામ નબળું થાય છે અને તળાવનું બુરાણ કરવામાં આવે છે.
આ પછી ગઈકાલે વિપક્ષ-કોંગ્રેસના આગેવાનો તળાવની મુલાકાતે પહોંચ્યા હતાં અને તળાવમાં કેટલુક ધોવાણ થયું હોવાનો અને કામ નબળુ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ મુલાકાત સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ ઉપરાંત કોંગી આગેવાનો પાર્થ પટેલ, સાજીદ બ્લોચ વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial