Advertisement
Author: નોબત સમાચાર

બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢનું સારવારમાં મૃત્યુઃ પોલીસ દ્વારા તપાસ

ઓખામાં માછીમાર યુવાન પર કાળનો પંજોઃ

જામનગર તા. ૩૦: જામનગરની નિલકમલ સોસાયટીમાંથી સપ્તાહ પહેલાં બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢનું બ્રેઈન હેમરેજના કારણે સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઓખામાં બોટમાં સૂતેલા માછીમારને હાર્ટ એટેક અથવા ખેંચ આવી જતાં તેમના પર કાળનો પંજો પડ્યો છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીના ખૂણા પર ગઈ તા.૨૨ના દિને એક અજાણ્યા પ્રૌઢ બેશુદ્ધ હાલતમાં પડ્યા હોવાની કોઈએ ૧૦૮ને જાણ કરતા દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આ પ્રૌઢને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સારવારમાં રહેલા આ પ્રૌઢને બ્રેઈન હેમરેજ હોવાનું જાહેર થયું હતું. દાખલ થયા પછી આ પ્રૌઢ ભાનમાં આવ્યા ન હતા અને ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. ડો. જે.બી. ચૌધરીએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એસ.એમ. સીસોદીયાએ પચ્ચાસેક વર્ષની વયના લાગતા આ પ્રૌઢના મૃતદેહને પી.એમ. માટે ખસેડી તેઓની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર ટાટા પ્લોટમાં લાંગરવામાં આવેલી મોનીકા નામની બોટમાં માછીમારી માટે આવીને રહેતા જીજ્ઞેશ સુમનભાઈ રાઠોડ (ઉ.વ.૩ર) નામના માછીમાર રવિવારે રાત્રે જમ્યા પછી બોટમાં સૂવા ગયા હતા. આ યુવાનને ગઈકાલે સવારે હાર્ટ એટેક અથવા ખેંચ આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. શૈલેષભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh