Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીના પાસેથી કબજે કરાયો ચેકઃ
જામનગર તા. ૩૦: જામનગરમાં નાસ્તાનો વેપાર કરતા આસામીની વ્યાજ વટાવ અંગેની ફરિયાદમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી એક ચેક કબજે કર્યાે છે. ફરિયાદીએ ૧૫ શખ્સ સામે ગયા મહિને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જામનગરમાં નાસ્તાનો વ્યવસાય કરતા એક આસામીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૧૫ શખ્સ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે. તેઓએ પોતાના બેંક ખાતાના કોરા ચેક, સ્કૂટર, બે દુકાન, પિતાનું ટ્રેક્ટર પડાવી લેવાયું હોવાની કેફિયત ફરિયાદમાં વર્ણવી હતી.
આ ફરિયાદની તપાસ સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સુચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે હાથ ધરી હતી. આ ગુન્હામાં જનતાફાટક પાસે વસવાટ કરતા વિજયસિંહ દેવુભા રાઠોડ નામના આરોપીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સના કબજામાંથી ફરિયાદીના પત્નીના બેંક ખાતાનો ચેક કબજે કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial