Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે
અમદાવાદ તા. ૩૦: અમદાવાદમાં આયુષ મંત્રાલય, ભારત સરકાર અને નેશનલ ઈન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન (એનઆઈએમએ) ગુજરાત દ્વારા ત્રિદિવસીય અદ્રિતીય સફળ આયુષ એક્સપો-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૨-૧૩-૧૪ જુલાઈ ૨૦૨૪ દરમિયાન આયુષ એક્સપોનું ઉદ્દઘાટન અને સફળ સમાપન ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતું.
નિમા-ગુજરાત દ્વારા ગુજરાતની જુદી જુદી ફેકલ્ટીમાં શ્રેષ્ઠ, ઉત્તમ સારવાર આપતા તબીબોનું એક્સપર્ટ તબીબી કમિટી દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતમાંથી મળમાર્ગના હરસ-મસા-ભગંદર-ફિશરના રોગમાં શ્રેષ્ઠ, સફળ સારવાર આપવા બદલ રાજકોટના નિષ્ણાત પ્રોક્ટોલોજિસ્ટ ડો. એમ.વી. વેકરીયાનું સિલેક્શન થયું હતું. માનવીય અભિગમ સાથે ડો. વેકરીયાએ લાખો મળમાર્ગના દર્દીઓને સારવાર આપી છે અને ૩૦૦૦૦ જેટલા હરસ-મસા-ભગંદર-ફિશરના સફળ ઓપરેશન કર્યા છે. આયુષ એક્સપો-૨૦૨૪ના સફળ સમાપન સમયે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે ડો. એમ.વી. વેકરીયાને 'આયુર્વેદા શિરોમણી એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial