Advertisement
Author: નોબત સમાચાર

મુસાફરોની ગેરકાયદે હેરફેર કરતા ૧૮ વાહનને ડીટેઈન કરતી ટ્રાફિક શાખા

વિદ્યાર્થીઓના વાહન, પાર્કિંગ મુદ્દે જાગૃતિ દાખવવા અનુરોધઃ

જામનગર તા. ૩૦: જામનગરના ટાઉનહોલ, સાત રસ્તા, ખંભાળિયા તથા લાલપુર બાયપાસ વગેરે સ્થળોએ ગઈકાલે ટ્રાફિક શાખાના સ્ટાફે ડ્રાઈવ રાખી મુસાફરોની ગેરકાયદે હેરફેર કરતા ૧૮ વાહન કબજે કર્યા છે. તે ઉપરાંત નાગરિકોને ટ્રાફિક સંબંધિત જાગૃતિ દાખવવા અને વિદ્યાર્થીઓ માટે દોડાવાતા વાહનોના ટેક્સી પાસીંગ સહિતની જાગૃતિ રાખવા પોલીસે અપીલ કરી છે.

જામનગર શહેરમાં મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનો તેમજ શાળાના વિદ્યાર્થીઓને લેવા-મૂકવા જતાં વાહનોમાં વધુ સંખ્યામાં નાગરિકોને બેસાડી લેવામાં આવતા હોય અને ટેક્સી પાસીંગ ન હોવા છતાં મુસાફરોની હેરફેર કરાતી હોય તેવા વાહનોને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે ગઈકાલે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જરના વડપણ હેઠળ પીએસઆઈ કંડોરીયા, તીરકર તેમજ સ્ટાફે ડ્રાઈવ રાખી હતી.

શહેરના જોગર્સ પાર્ક, પંચવટી સોસાયટી, જી.જી. હોસ્પિટલ, અંબર સિનેમા રોડ જેવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લેવા મૂકવા જતાં વાહનો આડેધડ રીતે પાર્ક કરી દેવાતા હોવાની પણ બૂમ ઉઠી છે ત્યારે ગઈકાલે ટ્રાફિક પોલીસે સાત રસ્તા સર્કલ, લાલપુર બાયપાસ તથા ખંભાળિયા બાયપાસ, ટાઉનહોલ સર્કલ વગેરે વિસ્તારમાંથી ૧૮ વાહન ડીટેઈન કર્યા હતા.

ટ્રાફિક અંગેની પૂર્ણ જાગૃતિ દાખવવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને લેવા-મૂકવા જવાના વાહનો અંગે તેમજ તરૂણ વયના વિદ્યાર્થીઓને વાહન ચલાવવા માટે ન આપવા પણ પોલીસે સૂચના આપી છે અન્યથા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તે ઉપરાંત વાહનોમાં કાળા કાચ ન રાખવા અને સીટબેલ્ટ વગેરે નિયમોનું પાલન કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh