Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય બજેટને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આવકાર

મોદી ૩.૦ ના અંદાજપત્રને સર્વલક્ષી ગણાવ્યુ

ખંભાળીયા તા. રપઃ કેન્દ્ર સરકાર દ્વારા રજુ થયેલા અંદાજપત્રને દ્વારકા જિલ્લા ભાજપ આગેવાનો દ્વારા આવકારાયું હતું.

નવી ટેકસ રીજીમમાં ફેરફાર ૭પ હજાર સુધી સ્ટાન્ડર્ડ ડીડકશન ૭.૭પ લાખ સુધી આવકવેરા મુક્તિની સ્થિતિ, લોકોની જરૂરિયાતના મોબાઈલ સસ્તા, ચાંદી-સોનામાં ઘટાડો, કેન્સરની દવા, સોલાર પેનલ, ઈલેકટ્રોનીક સાધનોમાં ડ્યુટી ઘટાડો, નુકસાનકારક પ્લાસ્ટિકની વસ્તુ મોંઘી કરવી કર્મચારીઓ તથા નોકરી દાતા માટે રોજગાર સંબંધિત ત્રણ વિશિષ્ટ યોજનાઓ, કૃષિ વિકાસ માટે ૧.પર લાખ કરોડની ફાળવણી ખેડૂતો માટે બજેટમાં રપ હજાર કરોડનો વધારો, એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશીપની યોજના, પ૦૦ કંપનીઓમાં ઈન્ટર્નશીપ, મુદ્રા લોન ૧૦ ને બદલે ર૦ લાખ સુધી મહિલાઓ માટે ત્રણ લાખ કરોડની ફાળવણી હોસ્ટેલો બનાવવા યોજના, નાલંદા, વિષ્ણુપદ, મહાબોધી મંદિરને કોરીડોર જેમ વિકાસ કંપનીઓને પ્રોત્સાહન માટે એંજલ ટેકસ નાબુદ, સંરક્ષણ માટે ૪.પ૪ લાખ કરોડનું બજેટ એક કરોડ લોકોને દર મહિને ૩૦૦ યુનિટ વીજળી મફતની સૂર્યોદય યોજના, એક કરોડ ગરીબો મધ્યમ વર્ગ માટે ઘર, ઉચ્ચ શિક્ષણ માટે છાત્રોને ૧૦ લાખ સુધી મદદ, પાંચ કરોડ આદિવાસીઓ માટે ઉન્નત ગામ અભિયાન, ગ્રામ સડક યોજના,  ઓનલાઈન વેપારી પર ઓછો ટેકસ જેવા પગલા પ્રશંસનીય છે.

રાજ્યમંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિ.ભાજપ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, હરીભાઈ નકુમ, અનિલભાઈ તન્ના, રસીકભાઈ થાનકી, વિજયભાઈ બુજડ, દિલીપભાઈ કોટેચા, સી.આર. જાડેજા, કિશોરસિંહ જાડેજા, બલુભાઈ ગઢવી, સંજયભાઈ નકુમ, રાજુભાઈ સરસીયા, પી.એસ. જાડેજા, કશ્યપભાઈ ડેર, રચનાબેન મોટાણી, જીતેન્દ્રભાઈ કણઝારીયા, ઈન્દ્રજીતસિંહ પરમાર, રેખાબેન ખેતિયા દ્વારા આવકારાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh