Advertisement
Author: નોબત સમાચાર

જામરાવલ ફેરવાયું બેટમાં: નગરને ફરતા ત્રણેય ડેમ છલકાતા એનડીઆરએફ તૈનાતઃ તંત્ર દોડ્યું

સોરઠી, વર્તુ, સાનીના પાણી રાવલ થઈને મેઢાક્રીકની ખાડીમાં જાય છે, તેથી વિકટ સ્થિતિઃ

ખંભાળિયા તા. રપઃ જામરાવલમાં ત્રણ બાજુથી નદીઓના પાણી આવતા નગર બેટમાં ફેરવાઈ જતાં તંત્ર દોડ્યું છે, અને એનડીઆરએફ તૈનાત કરાઈ રહી હોવાના અહેવાલો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામરાવલ તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 'બેટ'ની સ્થિતિમાં ફેરવાયું હતું. તથા તમામ રસ્તા બંધ થઈ જવા તથા પાણી ભરાવાની વિકટ સ્થિતિ ઊભી થઈ હતી.

કલ્યાણપુર તાલુકાનું જામરાવલ એવી સ્થિતિમાં છે કે તેની ત્રણેય તરફ ડેમો આવેલા છે, જેનું તમામ પાણી જામરાવલ થઈને હર્ષદની દરિયાની ખાડીમાં મેઢાક્રીક થઈને જાય છે.

વર્તુ-૧/ર ડેમ, સોરઠી ડેમ છલકાયા હતાં તો સાની ડેમ તો હાલ બનતો હોય તેનું પાણી તો પહેલાથી જ છલકાયેલું હતું. આમ ચોતરફી પાણી આવતા રાવલ બેટમાં ફેરવાયું હતું.

જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા, પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા દ્વારા આગોતરા જ એનડીઆરએફની ટીમ, ફાયર ટીમો તથા પાલિકા દ્વારા જેસીબી ટ્રેક્ટરો રખાયા હતાં તથા નિચાણવાળા વિસ્તારોમાં તુરત મદદ પહોંચાડવાની વ્ય્વસ્થા કરાઈ હતી. રાવલથી કલ્યાણપુર, રાવલથી રાજપરા, રાવલથી ચંદ્રાવાડા, રાવલથી હનુમાન ઘાટ, બારિયા ઘાટ જતા તમામ રસ્તા બંધ થઈ જતા લોકોને રાવલથી કલ્યાણપુર ૧પ કિ.મી. જવા ખંભાળિયા-ભાટિયા થઈ ૯૦ કિ.મી.નો ધક્કો થાય તેવું થયું હતું.

પાલિકા તંત્ર દ્વારા ગાડીઓ ફેરવી લોકોને સાવચેત કરાયા હતાં તથા પૂરમાં ચોમેર ઢસડાઈ આવેલા વૃક્ષો બાવળના કાંટા ડાળીઓ દૂર કરી રસ્તા પૂર્વવત કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

હવામાન વિભાગના આગાહીના પગલે છેલ્લા ઘણાં સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમોમાં નવા નીરની આવક થતા નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરી નાગરિકોને સમજૂત કરવામાં આવી રહ્યા છે.

ભારે વરસાદની સ્થિતિ પગલે નવા નીરની વિપુલ માત્રમાં આવક થતા વર્તુ ર ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સંભાવનાના પગલે જામરાવલ નગરપાલિકા દ્વારા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા તેમજ જરૂર જણાયે નગરપાલિકાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh