Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુપચુપ રીતે સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશનની કાર્યવાહી વેગમાં:
જામનગર તા. ૨૫: જામનગર નજીક દરેડ પાસે જીઆઈડીસી ફેસ-રમાં આવેલી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની કચેરીમાં ગઈકાલે વીજ કંપનીએ સ્માર્ટ વીજ મીટર ઈન્સ્ટોલ કર્યું છે. એક તબક્કે લોકરોષના કારણે પડતી મુકવી પડેલી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલની કાર્યવાહી ગુપચુપ રીતે વેગવંતી બનાવાઈ રહી છે.
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા ગયા શનિવારે શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલી ફેક્ટરી ઓનર્સ એસો.ની કચેરીમાં સ્માર્ટ મીટર ફીટ કરવામાં આવ્યા પછી ગઈકાલે સ્થાનિક અધિકારીઓ સાથે જીઆઈડીસી ફેસ-રમાં આવેલી જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની કચેરીમાં પણ સ્માર્ટ મીટર મૂકાયું છે.
આગામી સમયમાં સ્માર્ટ મીટરના વપરાશકર્તાઓને રોજિંદા વપરાશની જાણકારી તેમજ રોજિંદા મહત્તમ લોડની ડિમાન્ડ તથા લોડ પેટર્ન અંગે તરત જ જાણકારી મળી શકશે તેમ જણાવી જામનગર પીજીવીસીએલે જીઆઈડીસી ફેસ-ર તથા ૩ના દરેક ઉદ્યોગકારોને આ ક્રાંતિ તથા ડિજીટલ યોજનાનો લાભ લઈ સ્માર્ટ મીટર મૂકાવવા અનુરોધ કર્યાે છે.
જામનગરમાં પણ સ્માર્ટ મીટર મૂકવા અંગે પ્રચંડ વિરોધ ઉઠ્યો હતો તેમ છતાં ફરીથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ મીટર વધુ રીડીંગ બતાવી ગ્રાહકોએ એડવાન્સ ભરેલી રકમને તરત જ ચાઉં કરી જતા હોવાની રાજ્યભરમાં વ્યાપક બૂમ ઉઠી હતી. લોકરોષને પારખી જે તે વખતે સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી અટકાવી દેવાની ફરજ પડી હતી. તે પછી ગુમચુપ રીતે જામનગર શહેરમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમાંય ખાસ કરીને શંકરટેકરી ઉદ્યોગનગરમાં સ્માર્ટ વીજ મીટર ઈન્સ્ટોલ કરાયા પછી ગઈકાલે દરેડ જીઆઈડીસી સ્થિત પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ની ઓફિસમાં આ મીટર લગાડી દેવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial