Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણનો ભોગ લેવાયા પછી તંત્ર દોડ્યુ
ખંભાળીયા તા. રપ : ખંભાળીયામાં જર્જરિત મકાને ત્રણનો ભોગ લેતા તંત્ર દોડ્યું છે, તે લોકોએ પણ સ્વૈચ્છીક જર્જરિત મકાન તોડવા શરૂ કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં રાજડા રોડ પર ત્રણ માળના જર્જરિત મકાન ધસી પડવાથી ૩ વ્યક્તિના દબાઈ જતાં કરૂણ મૃત્યુ નિપજવાની ઘટનાના પગલે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઈમારતો સામે કડક કાર્યવાહી ગઈકાલથી શરૂ કરતા જર્જરિત મકાનો છે તેમણે ગઈકાલથી જાતે તોડવાનું શરૂ કર્યું હતું. ગઈકાલે બે આસામીઓએ તેમના મકાન જાતે તોડ્યા હતા તથા ભયજનક બાંધકામ દૂર કર્યું હતું.
પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વાળા દ્વારા એક મુલાકાતમાં જણાવાયું હતું કે શહેરમાં વીસેક જેટલા જર્જરિત મકાનો છે જેમને અગાઉ નોટીસો પણ આપવામાં આવી હતી તથા જો આસામીઓ પોતાના સ્વૈચ્છીક રીતે ભયજનક બાંધકામ દૂર નહીં કરે તો પાલિકા તેમના ખર્ચે દૂર કરશે.
ખંભાળીયા ખૂબ જ જુનું શહેર હોય અહીં સવાસો દોઢસો વર્ષ જુના મકાનો છે. જેમાના કેટલાક જર્જરિત થઈ ગયા છે તો કેટલાક જર્જરિત મકાનોના માલિકો બહાર રહે છે તો કેટલાક મકાન પાંચહાટડી ચોક, ખોડીયાર શેરી,સલાયા ગેઈટ જેવા વિસ્તારોમાં છે જે કોના છે તે પણ કોઈને ખબર નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial