Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ખંભાળીયા તા. રપઃ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા તેમણે તંત્રને તાકીદ કરી હતી.
રાજય સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટરની કચેરીમાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
સંકલન સમિતિની બેઠકમાં કેબિનેટ મંત્રી, ધારાસભ્યના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતાં. બેઠકમાં સિંચાઈ, પાણી-પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રેલવે સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લામાં ખંભાળીયા શહેર મધ્યે આવેલ ઘી નદીમાં ડાયવર્ઝન બનાવવા, વીજ લાઈન, ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે, જર્જરીત ઈમારતોની સ્થિતિ અંગે, વીજ પોલ ઊભા કરવા, જમીન માપણી જેવા વિવિધ મુદ્દે વિગતવાર સમીક્ષા કરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવા મંત્રીએ સૂચનો આપ્યા હતાં.
કેબિનેટ મંત્રીએ જનહિતલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે, ઉપરાંત મંત્રીએ અરજદારોના પ્રશ્નોની તાકીદે નિવારણ લાવવા સૂચના આપી હતી.
સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial