Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર બે તાલુકામાં હળવો વરસાદ
જામનગર તા. રપઃ હાલારમાં સતત વરસેલા મેઘરાજાએ ગઈકાલે વિરામ લીધો હતો. માત્ર બે તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. જેમાં જોડિયા અને ભાણવડનો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લાના જોડિયામાં ગઈકાલે સવોર ૧૦ થી ૧ર સુધીમાં ૧ર મીમી વરસાદ થયો હતો. એ પછી આખા જિલ્લામાં ક્યાંય વરસાદ થયો નથી.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાલંભામાં ૧ર મીમી, પીઠડમાં ૧, મીમી, લતીપુરમાં ર૦ મીમી, નવાગામમાં ૧૦ મીમી, સમાણામાં ૧૮ મીમી, જામવાડીમાં ૧૮ મીમી, વાંસજાળીયામાં ૧પ મીમી, પડાણામાં ૧પ મીમી વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાને અનેક દિવસો સુધી ધમરોળ્યા પછી ગઈકાલે વિરામ લેતા અને વરાપ નીકળતા લોકોએ રાહત અનુભવી હતી.
એકમાત્ર ભાણવડમાં ગઈકલો અડધો ઈંચ વરસાદ થયો હતો, તો ખંભાળીયામાં ઝાપટું વરસ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી વરસાદ વરસ્યા પછી લોકો થાકી ગયા હતાં. આખરે મેઘરાજાએ ખામૈયા કરતા હાશકારો અનુભવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial