Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ફ્લાય ઓવર આસપાસના તમામ માર્ગો અત્યંત બિસ્માર

વાહનચાલકો-રાહદારીઓ ભારે પરેશાનઃ અવર-જવર-ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા

જામનગરમાં હાલાર હાઉસ-સુભાષ બ્રીજથી અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડીથી લઈ સાત રસ્તા સુધી ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. આ ફ્લાય ઓવરના પીલરો પાસેથી આવવા-જવાના માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. ફ્લાય ઓવરની અસપાસના અવરજવરના માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયા છે. વરસાદના કરણે ખાડાઓમાં પાણી ભરાયેલા રહે છે તેમજ રસ્તા ઉપર ગારો-કાદવ ફેલાયેલા રહેતા હોવાથી નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ટુ વ્હીલર વાહનોવાળા લપસી પડે છે. આ ઉપરાંત ગુરૂદ્વારા ચોકડી પાસે કાઢેલા કામચલાઉ ડાયવર્ઝનમાં જીજી. હોસ્પિટલ તરફથી લાલબંગલે જવા માટે ફ્લાય ઓવરની નીચેનો માર્ગનો ટૂકડો તો સાવ ખાડા-ખડબડવાળો છે. એટલું જ નહીં, નીચેતી નીકળ્યા પછી રસવાળાની દુકાન તરફ વળવાના બરાબર ખૂણાં ઉપર જ મસમોટો ખાડો છે જેથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. આ તૂટેલા ફૂટેલા, ખાડાવાળા ડાયવર્ઝનના કારણે પણ અહીં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. અધુરામાં પૂરૂ લાલબંગલા તરફથી કેટલાક રિક્ષાવાળા અને અન્ય વાહનચાલકોને સયાજી હોટેલ કે અંબર ચોકડી તરફ જવું હોય તો તે રોંગસાઈડમાં સામા ઘૂસે છે, જેથી ખાસ કરીને ગુરુદ્વારા ચોકડી પાસે પસાર થવામાં ભારે પરેશાની ભોગવવી પડે છે. આ પોઈન્ટ ઉપર સતત ટ્રાફિક પોલીસ અને જીઆરડી જવાનોને બંદોબસ્ત મૂકી વાહનવ્યવહાર બરાબર ચાલે અને ટ્રાફિક સમસ્યા ચાલુ રહે ત્યાં સુધી કરવાની જરૂર છે. બાકી ફ્લાય ઓવરની આસપાસનો હાલાર હાઉસથી છેક સાત રસ્તા સુધીના માર્ગો પર પાણી ભરેલા ખાડા નગરજનો માટે માથાના દુઃખાવા સમાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકા તંત્રએ તાકીદે આ ખાડામાંથી પાણી દૂર કરી ખાડા પૂરવા, ગુરૂદ્વારા ચોકડી પાસે ફ્લાય ઓવર નીચેના ભાગને સમથળ કરવા, ખૂણા પરનો ગોઝારો ખાડો સત્વરે પૂરવાની તાતી જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh