Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં કોલેરા રોગગ્રસ્ત વિસ્તારો માટે જાહેરનામું બહાર પડાયું

ખંભાળીયાનાકા બહારના રહીશો નોંધે

જામનગર તા. રપઃ મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગર પાલિકા, જામનગરની કચેરી તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગરના કિસાન ચોક, મકરાણીપાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળીયાનાકા બહાર જામનગર નીલકંઠ આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાયેલો છે. આ રોગનો ફેલાવો થતો અટકાવવા આ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત જાહેર કરવા તથા તેની આજુબાજુના ર કિ.મી. ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલ છે.

કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર ૩ ઓફ ૧૮૯૭ અન્વયે જાહેરનામું બહાર પાડવાનું જરૂરી જણાય છે. તેથી એપેડેમીક ડીસીઝ એકટ નંબર ૩ ઓફ ૧૮૯૭ અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ-ર પ્રમાણે મળેલ અધિકારીની રૂઈએ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડ્યા, જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

અત્રે જણાવેલ પરિશિષ્ટ ૧ મુજબના વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર અને પરિશિષ્ટ ર માં જણાવેલા વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. પરિશિષ્ટ ૧ માં જામનગરના નિલકંઠ નગર આરોગ્ય કેન્દ્રના કિસાન ચોક, મકરાણી પાડો, કબ્રસ્તાન પાસે, ખંભાળીયા નાકા બહારનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ હેઠળ પરિશિષ્ટ ૧ અને પરિશિષ્ટ ર માં જણાવેલા વિસ્તાર માટે કમિશનર જામનગર મહાનગરપાલિકા, જામનગરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેમજ તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવે છે. ઉકત જાહેરનામાની લગત વિસ્તારના લોકોને જાણ થાય તે રીતે તેની બહોળી રીતે પ્રસિદ્ધિ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, જામનગર મહાનગરપાલિકાએ કરાવવાની રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh