Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રીજ, પાવર પ્રોજેક્ટને નુકસાનઃ ઈમારતો તૂટીઃ રાહત કામગીરી શરૂ
સીમલા તા. રપઃ હિમાચલ પ્રદેશનાા મનાલીમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું છે, તેથી પૂલ અને પાવર પ્રોજેક્ટને નુકસાન થવા પામેલ છે. તંત્ર રાહત-બચાવ કામગીરીમાં લાગી ગયું છે.
હિમાચલ પ્રદેશના મનાલીમાં મધરાત્રે વાદળ ફાટવાને કારણે અંજની મહાદેવ નદી અને અખરી નાળામાં પૂર આવ્યું હતું. પૂરના કારણે પલચન, રૂખડ અને કુલંગ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. નદીમાંથી આવતા ભયંકર અવાજથી બધા ગભરાઈ ગયા હતાં.
પલચનમાં પૂરના કારણે બે મકાનો ધોવાય ગયા છે. જ્યારે એક મકાનને આંશિક નુકસાન થયું છે. બ્રીજ અને પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. ઘરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા દોડ્યા. પરંતુ ઘરો પૂરની ઝપેટમાં આવી ગયા. પલચન અને સોલાંગ પાસે સ્નો ગેલેરીમાં કાટમાળના કારણે મનાલી લેહ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મનાલી પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે.. વહીવટી તંત્ર પણ નુકસાનીનું આંકલન કરી રહ્યું છે. ધની રામના ઘરની સાથે ખિમી દેવીનું ઘર પૂરના કારણે ધોવાય ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial