Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચાંદીપુરાના ત્રણ શંકાસ્પદ દર્દીઓના એક જ દિવસમાં મૃત્યુ થતા ફેલાયો ગભરાટ

ચારેક દર્દીઓ સારવાર હેઠળઃ સંલગ્ન વિસ્તારોમાં પહોંચી ટીમો

જામનગર તા. રપઃ જામનગરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગઈકાલે બપોર પછી પણ વધુ એક બાળક દર્દીનું મૃત્યુ થયું હતું. જો કે, તેનો રિપોર્ટ મળવાનો હજુ બાકી છે. આમ ગઈકાલે એક જ દિવસમાં ત્રણ શંકાસ્પદ દર્દીના મૃત્યુ થયા છે.

સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ ચાંદીપુરા વાઈરસ ધીમા પગલે પ્રવેશ કરી રહ્યું છે અને શહેર-જિલ્લામાંથી આ રોગના લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ દાખલ થઈ રહ્યા છે. પરમ દિવસે બે બાળકો સારવાર માટે દાખલ થયા હતા જેમનું ગઈકાલે મૃત્યુ થયા હતાં. આ પછી પડાણા ગામનો એક બાળ દર્દીનું પણ ગઈકાલે મૃત્યુ થતા ગઈકાલે એક જ દિવસમાં ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. જો કે, હજુ ત્રણેય દર્દીના પૃથ્થકરણના રિપોર્ટ મળ્યા નથી હાલ અન્ય ચારેક દર્દી હજુ સારવાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમ ચાંદીપુરાના દર્દીના રહેણાંકના સ્થળે જરૂરી કામગીરી કરી રહ્યું છે.આમ ચાંદીપુરાનો રોગ જામનગર માટે ચિંતાજનક બની રહ્યો છે અને લોકોમાં ગભરાટ ફેલાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh