Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ પણ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક આસામીનો મેડિક્લેઈમ વીમા કંપનીએ ખોટી રીતે રદ્દ કરતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના જશવંતભાઈ અમૃતલાલ મહેતાએ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યો હતો. તે દરમિયાન તેમના પત્ની બીમાર પડતા તેઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી અને તેમાં થયેલો રૂ. ૧ લાખ ૮૦ હજારનો ખર્ચ મેળવવા વીમા કંપનીને જાણ કરી હતી.
તેઓનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ. ૧,૧૪,૩૩૧ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૂ. ૫ હજાર ખર્ચના પણ આપવા વીમા કંપનીએ હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial