Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતા મૃત્યુ પામેલા
ખંભાળિયા તા. રપઃ ખંભાળિયામાં ત્રણ માળનું મકાન ધસી પડતા દટાયેલા વૃદ્ધા તથા બે પૌત્રીની અંતિમ યાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ખંભાળિયામાં બે દિવસ પહેલા રાજડા રોડ પર ડીકુબેન રાજડાના બાલમંદિર તરીકે ઓળખાતી ૧૦૦ થી વધુ વર્ષ જુની જર્જરિત તથા ત્રણ માળની ઈમારત ધસી પડતા દટાઈ જવાથી સતવારા વૃદ્ધા તથા તેની બે માસુમ પૌત્રીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. તેમની અંતિમયાત્રા ગઈકાલે બપોરે નીકળતા ભારે કરૂણ દૃશ્યો સર્જાયા હતાં.
મૃતક કેશરબેન જેઠાભાઈ, પાયલ અશ્વિનભાઈ તથા પ્રીતિબેન અશ્વિનભાઈ ત્રણેયની અંતિમયાત્રા શક્તિનગર શીરૂવાડીથી નીકળી હતી. આ અંતિમયાત્રામાં મૃતકોના અંતિમ દર્શન તથા તેમને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં સતવારા જ્ઞાતિજનો, અગ્રણીઓ તથા અન્ય સમાજના લોકો પણ જોડાયા હતાં તથા એક બસ તથા બે એમ્બ્યુલન્સમાં નીકળેલ અંતિમ યાત્રામાં ત્રણેક કિ.મી. લાંબી બાઈક તથા વાહનો સાથે લોકો જોડાયા હતાં તથા એક જ પરિવારના ત્રણ સદસ્યોની એકસાથે અંતિમયાત્રા નીકળતા અત્યંત હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતાં.
સતવારા સમાજમાં બનેલા આ કરૂણ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણીઓ રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝિયા, યુવરાજસિંહ વાઢેર, સતવારા અગ્રણીઓ જેન્તિભાઈ નકુમ, હરિભાઈ નકુમ, પાલિકા પૂર્વ પ્રમુખ ભાવનાબેન પરમાર, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ નકુમ, જિ.પં. કારો. ચેરમેન જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણઝારિયા, કાંતિભાઈ દેવશી નકુમ, મનિષભાઈ નકુમ, જીજ્ઞેશભાઈ પરમાર, ભવાનભાઈ કણઝારિયા, વિપુલભાઈ કણઝારિયા, કૈલાશભાઈ કણઝારિયા, રવજીભાઈ ખીમાભાઈ, શૈલેષભાઈ કણઝારિયા, હર્ષદપુર, રામનગર, શક્તિનગર, હર્ષદપુરના સરપંચો, અગ્રણીઓ દ્વારા સદ્ગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial