Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વળતર તથા અપીલનો ખર્ચ પણ ચૂકવવો પડશેઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક બાળકને પંદર વર્ષ પહેલાં અગાસી પર પતંગ ચગાવતી વખતે બાજુમાંથી પસાર થતી હેવી વીજલાઈનમાંથી શોર્ટ લાગ્યો હતો અને તેના કારણે હાથ કાપી નાખવો પડ્યો હતો તેના વાલીએ જે તે વખતે વળતર મેળવવા કરેલો દાવો નામંજૂર કરાતા ઉપરની કોર્ટમાં અપીલ કરાઈ હતી. અપીલ ચાલી જતાં અદાલતે વળતર, અપીલનો ખર્ચ ચૂકવવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરમાં રહેતો રીયાઝ ઈકબાલભાઈ સીપાઈ નામનો અગિયાર વર્ષનો બાળક ગઈ તા.૧૬-૯-૨૦૦૯ના દિને પોતાના ઘરની અગાસી પર ચડ્યા પછી પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે તેને બાજુમાંથી પસાર થતી વીજ કંપનીની ૧૧ કેવીની લાઈનનો જીવંત વાયર અડકી ગયો હતો.
તે વાયરમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં રીયાઝને જોરદાર વીજ આંચકો લાગતા આ તરૂણ ફેંકાઈ ગયો હતો. જમણા ખભ્ભામાં ગંભીર ઈજા પામેલા રીયાઝને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેનો હાથ કાપી નાખવો પડ્યો હતો તેથી તેમના વાલીએ વીજ કંપની પાસેથી રૂ. ૩ લાખ વળતર પેટે મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો.
ઉપરોક્ત દાવો અદાલતે બેદરકારીના એકમાત્ર મુદ્દાને ધ્યાને લઈ રદ્દ કર્યાે હતો. તે હુકમ સામે સગીરના વાલીએ ઉપરની અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલવા પર આવતા વીજ કંપનીના વકીલે દલીલ કરી હતી કે, આ બાળકે વીજવાયર સાથે સામેથી કોન્ટેક્ટ કર્યાે હોય તેની જવાબદારી વીજ કંપનીની નથી. આ દલીલ સામે એપેલેન્ટના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વળતર ચૂકવી આપવા વીજ કંપનીને હુકમ કરવા ઉપરાંત અપીલ ખર્ચ પણ આપવા આદેશ ફરમાવ્યો છે. એપેલેન્ટ તરફથી વકીલ અશ્વિન મકવાણા, નેહા દેસાઈ, નીખિલ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial