Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ
જામનગર તા. રપઃ કેન્દ્રીય અંદાજપત્ર ર૦ર૪-રપ અંગે આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે આ બજેટ સત્તા કા સોદાગર જેવું માત્ર આંકડાની માયાજાળ સમાન ભ્રામક અને આભાસી બજેટ છે.
કોઈપણ દેશના વિકાસના માપદંડ સમાન શિક્ષિત ભારત માટે મૂળભૂત અને પાયાની જરૂરિયાત એવા શિક્ષણ માટેની નાણાકીય જોગવાઈઓમાં ગત વર્ષની સાપેક્ષમાં ૯૦૦૦ કરોડ જેટલો કાપ મૂકવામાં આવેલ છે.
આ દેશની ૭૦ટકા જનતા કૃષિલક્ષી રોજગાર અને સંકળાયેલા હોવા છતાં ઉદ્યોગપતિઓની આ સરકારે કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે કોઈ નિર્ણાયક રાહતની જોગવાઈઓ આ બજેટમાં કરેલ નથી. ખેડૂતોનું આર્થિક ભારણ ઘટાડવા માટે લોન માફી, ખાતર માટે સબસીડી અને ખેતી માટે અન્ય આવશ્યક જરૂરિયાતોની પૂર્તિ માટે રાહત તેમજ ખેડૂતોની ઉપજ માટે ડબલ એમ.એસ.પી. ની કોઈપણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલ નથી. ખેડૂતોને પોતાના કૃષિ ઓજારો, જંતુનાશક દવાઓ, ખાતર ઉપર જે ૧૮ ટકા થી ર૮ ટકા મહતમ દરે જીએસટી લેવામાં આવે છે. તેમાં રાહત મળશે તેવી આશા હતી પરંતુ કોઈ રાહત મળી નથી અને સરકાર ખેડૂતો પાસેથી આ બધી વસ્તુઓમાંથી જે જીએસટી વસુલીને લૂંટ ચલાવે છે તેની સામે પ ટકા પણ ખેડૂતો માટે વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી નથી.
દેશના લાખો બેરોજગારોને રોજગાર મળી રહે તેવો પ્રબંધ પણ આ બજેટમાં કરવામાં આવેલ નથી માત્ર મૃગજળ સમાન આંકડાઓ જાહેર કરવામાં આવેલ છે.
એકંદરે આ બજેટથી રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવનાર આમ આદમી અને કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા કિસાનો કે લાખો બેરોજગાર યુવાધન અને વિદ્યાર્થીઓ માટે આ બજેટ નિરાશાજનક ભ્રામક અને આભાસી હોય મોદી સરકારનું આ બજેટમાં ખરા અર્થે ખેડૂતોને ટેકાના ભાવ ચૂકવવાના બદલે પોતાના સાથી પક્ષોના ટેકાના ભાવ ચૂકવ્યા હોઈ તેવુંં સરકાર બચાવવા માટેનું આ બજેટ સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial