Advertisement
Author: નોબત સમાચાર

સોના-ચાંદીના ભાવોમાં બે દિવસમાં બમ્પર ઘટાડો

બજેટ રજૂ થતા જ અસરો શરૂ

મુંબઈ તા. રપ : બજેટ રજૂ થતાં જ તેની અસરો શરૂ થઈ ગઈ છે અને સતત બે દિવસથી બમ્પર ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી સોના-ચાંદીના ભાવોમાં કડાકો બોલ્યો હોવાના અહેવાલો છે.

બજેટ-ર૦ર૪ પછી સોના-ચાંદીના ભાવમાં સતત ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. બજેટ રજૂ થયાના બે દિવસ થયા છતાં મોંઘી ધાતુઓમાં ધોવાણ ચાલુ છે. આજે રપ જુલાઈ ચાંદીના ભાવમાં આશરે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે સોનાની કિંમતમાં ૧,૧૦૦ રૂપિયાનું ગાબડું નોંધાયું છે. આ અગાઉ બજેટના એક દિવસ પછી ર૪ જુલાઈ બુધવારે સોનાનો ભાવમાં આશરે ચાર હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

મલ્ટિ કોમોડિટી એકસચેંજ એટલે કે, એમસીએકસ પર ગુરૂવારે પાંચ ઓગસ્ટની ફયૂચર ડિલિવરી વાળુ સોનું ૧૦૬૩ રૂપિયા ઓછા થઈ ૬૭૮૮૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાર ઓકટોબરની વાયદા ડિલિવરી વાળું સોનું ૧૧૧૧ રૂપિયા નબળું થઈ ૬૮૩૪૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના રેટ પર કારોબાર કરી રહ્યું છે. આ ઉપરાંત પાંચમી ડિસેમ્બરની વાયદા ડિલિવરીવાળું સોનું ૧૧૭૩ રૂપિયા ઘટીને ૬૮૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે વેચાણ કરી રહ્યું છે.

ચાંદીના ભાવમાં પણ ગુરૂવારે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએકસ પર આજે પાંચમી સપ્ટેમ્બરની વાયદા ડિલિવરીવાળી ચાંદી ૩૪૦૯ રૂપિયા નબળી થઈ ૮૧૪૮પ રૂપિયા પ્રતિ કિલોના રેટ પર ટ્રેડ કરી રહી છે. જ્યારે પાંચમી ડિસેમ્બરે ફયૂચર ડિલિવરી વાળી ચાંદી ૩૩૬૪ રૂપિટા ઘટીને ૮૩૮૧૦ રૂપિયા પ્રતિના ભાવે વેપાર કરી રહી છે. આ ઉપરાંત પાંચમી માર્ચ ર૦રપ ની ફયૂચર ડિલિવરી વાળી ચાંદી પર૮૮ રૂપિયા ઘટીને ૮પ હજાર રૂપિયા પ્રતિ કિલોના રેટ પર વેપાર થઈ રહી છે. આ અગાઉ બુધવારે પાંચમી સપ્ટેમ્બરની વાયદા ડિલિવરીવાળી ચાંદી ૮૪૮૯૪ રૂપિયાના રેટ પર કલોઝ થઈ હતી. જ્યારે પાંચમી ડિસેમ્બરની વાયદા ડિલિવરી વાળી ચાંદી ૮૭૧૭૪ રૂપિયાના રેટ પર બંધ થઈ હતી. આ ઉપરાંત પાંચ માર્ચ ર૦રપ ની ફચૂયક ડિલિવરી વાળી ચાંદી ૯૦ર૮૮ રૂપિયાના રેટ પર બંધ થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh