Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાના મોટી વેરાવળમાં બાળકોને ચાંદીપુરા વાયરસ વિશે જાગૃત કરવામાં આવ્યા

૧૪ વર્ષથી નાના બાળકોમાં રોગચાળા ફેલાતો હોય

જામનગર    તા. ર૫: હાલ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ તકેદારીના પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે.

૧૪ વર્ષથી નાના બાળકોમાં રેતીની માખી મારફત આ રોગચાળો ફેલાતો હોય તે વિશે બાળકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયાની સૂચના અનુસાર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિવિધ શાળાઓમાં બાળકોને ચાંદીપુરા વાયરસના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયોની સમજ સરળ ભાષામાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે લાલપુર તાલુકાના મોટી વેરાવળ પ્રાથમિક શાળામાં ચાંદીપુરા રોગ વિશે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતાં અને બાળકોને સ્વચ્છતા જાળવવા વિશે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન બદલ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના નીરજ મોદી, મોટી વેરાવળ આરોગ્ય કર્મચારી સંજય નંદા, આશા બહેન જોત્સના ખાખરીયા, મોટી વેરાવળ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh