Advertisement
Author: નોબત સમાચાર

નગરની જી.જી. હોસ્પિ.માં ચાંદીપુરા વાયરસ તથા કોલેરાના દર્દીઓની મુલાકાતે ધારાસભ્ય રીવાબા

આરોગ્ય સુવિધાઓ બાબતે તબીબો સાથે બેઠકઃ

જામનગર તા. રપઃ જામનગરના ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસના દર્દીઓ તેમજ કોલેરાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી, અનેતેઓના ખબર પૂછ્યા હતાં. ઉપરાંત તમામ દર્દીઓને સારવાર અને જરૂરી આરોગ્ય સુવિધાઓ સંબંધિત જી.જી. હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.

તાજેતરમાં ઋતુ ફેરબદલ થતાં જામનગરમાં કોલેરાના કેસો તેમજ હાલમાં નાના બાળકોમાં ફેલાયેલો ચાંદીપૂરા રોગના કેસ જામનગરમાં નોંધાયા છે, અને સરકાર દ્વારા સંચાલિત જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. દરમિયાન જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભય રીવાબા જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં ઉપરોક્ત તમામ દર્દીઓની મુલાકાત લઈને વર્તમાન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું અને દાખલ થયેલા તમામ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતાં.ઉપરાંત જી.જી. હોસ્પિટલના ડીન ડો. નંદીની દેસાઈ તથા અન્ય તબીબી અધિકારીઓને દર્દીઓની સત્વરે અને સઘન સારવાર સંબંધે જરૂરી સૂચના આપી હતી. ધારાસભ્ય રીવાબા જાડેજાની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા આશિષભાઈ જોષી, જી.જી. હોસ્પિટલના વિભાગીય અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh