Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલાને થઈ ગયા ફ્રેક્ચરઃ
જામનગર તા. ર૫: જામનગરના રણમલ તળાવના મામાના મંદિરવાળા ઢાળીયા પાસે ગઈ તા.૧૪ની રાત્રે ડબલ સવારી સ્કૂટર સાથે સામેથી આવેલુ બાઈક ટકરાઈ પડતા સ્કૂટર પર જતાં મહિલાને ફ્રેકચર થઈ ગયા છે. નાસી ગયેલા બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂનગર પાસે વસવાટ કરતા ધીરજભાઈ પ્રદીપભાઈ બગડા અને જયશ્રીબેન નામના બે વ્યક્તિ ગઈ તા.૧૪ની રાત્રે જીજે-૧૦-ડીપી ૧૨૧૮ નંબરના એક્ટિવા સ્કૂટરમાં તળાવની પાળે ઢાળીયો ચઢી રહ્યા હતા.
આ વેળાએ એક અજાણ્યું બાઈક પુરપાટ ઝડપે સામેથી દોડી આવ્યું હતું. તેના ચાલકે એક્ટિવાને ઠોકર મારી દેતા ધીરજભાઈ તથા જયશ્રીબેન ફંગોળાઈ ગયા હતા. જયશ્રીબેનને હાથ, પગ તથા નાકમાં ફ્રેક્ચર થઈ ગયા છે. અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈકચાલક સામે સિટી એ પોલીસ સ્ટેશનમાં ધીરજભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial