Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાવલ બેટમાં ફેરવાઈ જતા ગણપતિ ગૌશાળા ગ્રુપની ટીમે કરી સરાહનિય સેવા
રવાલ તા. રપઃ રાવલથી પસાર થતી વર્તુ નદી પરના ડેમોના દરવાજા ખોલાતા ત્યાં નજીકથી પસાર થતી સાની નદીમાં પૂર અને સોરઠી ડેમ છલકાતા રાવલ બેટમાં ફેરવાયું હતું. આ કારણે નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતાં, અને પૂરમાં ફસાયેલા દર્દીઓને સેવાભાવી ગ્રુપ-સામાજિક સંસ્થાઓએ હલેસાવાળી હોડીથી પૂરમાંથી બહાર લાવીને એમ્બ્યુલન્સ તથા ખાનગી વાહન દ્વારા આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ તરફ મોકલાવ્યા હતાં.
ભારે વરસાદ તથા વર્તુ ડેમના દરવાજા ખોલ્યા પછી જામરાવલની વર્તુ નદીમાં પૂર આવતા નદીના પાણી નિચાવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતાં. તે ઉપરાંત સાની ડેમ નિર્માણાધિન હોઈ, સાની નદીમાં પણ પૂર આવ્યું હતું. આ તરફ સોરઠી ડેમ પણ છલકાયો હતો, તેથી ચોતરફથી રાવલ તરફ પાણી આવતા રાવલ બેટમાં ફેરવાયું હતું અને તમામ માર્ગો બંધ થઈ ગયા હતાં.
સેવાભાવી સંસ્થાની સેવા
આ દરમિયાન રાવલના વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા વિસ્તારોમાં ઈમરજન્સી સારવારની જરૂરવાળા દર્દીઓને ગણપતિ ગૌશાળા ગ્રુપે હલેસાવાળી હોડીઓ મારફત તેમના ઘરેથી બહાર લાવીને તેઓને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો તથા હોસ્પિટલો તરફ મોકલાયા હતાં.આ માટે રાણાભાઈ ગામી તથા કેતનભાઈ સહિતના ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.
હનુમાનઘાટના રામીબેન બાબુભાઈ વાઘેલાને ડાયાલિસિસ માટે હલેસાવાળી હોડી દ્વારા રાવલ લાવીને ખંભાળિયા મોકલાયા હતાં, જ્યારે પ્રસૂતિ માટે જીવીબેન પરબતભાઈ સોલંકીને હલેસાવાળી હોડી દ્વારા રાવલ લાવીને તેઓને ગિરિરાજ ચેરી. ટ્રસ્ટની એમ્બ્યુલન્સના સહયોગથી અડવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતાં.
એવી જ રીતે એક ચાર વર્ષના બાળકને તાણ-આંચકી ઉપડતા તેને હોડી દ્વારા સામૂહિક કેમ્પમં લાવીને સારવાર અપાઈ હતી. એ પહેલાની રાત્રે બારિયાધારના એક પોઈઝન કેસના દર્દીને પણ હોડી દ્વારા ખસેડાયો હોવાનું પણ કહેવાય છે.
જીવના જોખમે રાહત-બચાવ
આ સમગ્ર કામગીરી માટે હલેસાવાળી હોડી વિરૂદ્ધ દિશાના પવનમાં પોતાના જીવના જોખમે ચલાવીને જે રીતે ગ્રૃપના સભ્યોએ સેવા કરી, તેની રાવલ, હનુમાનઘાટ, બારિયાવધારના લોકો પ્રશંસા કરી રહ્યા છે.
ખેતી પાકને નુક્સાન
ભારે પૂર તથા ભારે વરસાદના કારણે રાવલ અને આજુબાજુના ગામોના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને સરોવરોમાં ફેરવાઈ ગયા છે. આ કારણે બિયારણ-ખેતી પાક સાફ થઈ ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
લોકોની માલમિલકતને નુક્સાન
જ્યારે જળબંબાકારની સ્થિતિ ઊભી થતા નિચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ અનેક ઘરો-દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને માલ-મિલકતને પણ ઘણું નુક્સાન થયું છે.
આમ, રાવલ વિસ્તારમાં ભારે પૂર, અતિવૃષ્ટિ તથા કુદરતી આફતો સમયે આ નગરની સેવાભાવના થકી લોકોને સંકટના સમયે મદદ મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial