Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'માં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી દિલ્હી સુધી પડઘા પડ્યા
ખંભાળીયા તા. રપ : દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ જતાં રસ્તા પર ૯૮૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુદર્શન સેતુ પૂલ પરના રસ્તામાં પડેલ ગાબડા તથા લોખંડ સળીયા દેખાવાની ઘટના તથા દીવાલમાં તીરાડો પડવાના અખબારોમાં અહેવાલો આવતાં જ તંત્ર દોડયું હતું. જિલ્લા તંત્રની ફટકારના પગલે પૂલના સત્તાવાળાઓ દ્વારા તાકીદે ગાબડાનું રીપેરીંગ કરાયું હતું.
દરરોજ હજારો લોકો આ સુદર્શન પૂલની મુલાકાતે આવતા હોય ૯૮૦ કરોડના આ પૂલ પરના મુખ્ય રસ્તામાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા આ ગાબડાના ફોટા/વીડિયો નોબતમાં પ્રકાશિત થવા ઉપરાંત સોશ્યલ મીડિયામાં પણ વ્યાપકપણે વારયલ થયા હતાં. રીપેરીંગના વીડિયો પણ વ્યાપક થયા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ગણાતા તથા ટેકનોલોજીમાં સમગ્ર ભારતમાં પ્રથમ ગણાતા આ સુદર્શન સેતુના મુખ્ય રસ્તામાં ગાબડા તથા લોખંડ દેખાવાની સ્થિતિની ચર્ચા તથા પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતાં. ત્યાંથી પણ કડક સૂચના આ પૂલની જાળવણી માટે આવ્યાનું કહેવાય છે.
હજારો લોકો દેશ વિદેશથી આ સુદર્શન સેતુનું નામ સાંભળી આવતા હોય ત્યારે આવી નબળી ગુણવત્તાનું કામ ગુજરાતના આ તીર્થસ્થળની ખરાબ બાબત દેખાડે તેવું થતું હોય તાકીદે યોગ્ય કરવા પણ લોક માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial