Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-વાડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝાખરના પાટીયાથી દોઢેક કિલોમીટરના અંતરે આવેલો ફૂલઝર નદી પરનો ચેકડેમ ઓવરફલો થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. સંગીતમય ધ્વનિ સાથે છલકતા બંધના દૃશ્યો ઘણાં જ આહ્લાદક છે, તથા આ ચેકડેમની ઉપરવાસમાં સંગ્રહાયેલો વિપૂલ જળરાશિ પણ ખેતીની જમીન તથા સિંચાઈ માટે વરદાન સાબિત થશે, તેવું સ્થાનિક લોકો માને છે. આ સુંદર દૃશ્યો નિહાળવા નેશનલ હાઈ-વે પરથી પસાર થતાં વાહનચાલકો ઘડીભર થંભી જતાં જોવા મળે છે, તો સ્થાનિક લોકો દૂરથી આ દૃશ્ય નિહાળવા ઉમટતા હોય છે. ધોધ સ્વરૂપે છલકાતા ડેમો-ચેકડેમો પર જઈને જોખમી મજા માણવાની ભૂલ કરવા જેવી નથી, ખરું કે નહીં ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial