Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ર૦૬માંથી ૪૬ જળાશયો ઓવરફલોઃ ૫૧ હાઈએલર્ટ પર
જામનગર તા. રપઃ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ રહેશે તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે.
જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.
રાજ્યના ર૦૬ જળાશયોમાંથી ૪૬ ઓવર ફલો થઈ રહ્યા છે. પ૧ જળાશયો હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં ૧૦ નદીઓમાં પુરની સ્થિતિ છે. હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં ૧૮,ર૪૪૪ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના પ૪.૬૧ ટકા છે. અન્ય ર૦૯ જળાશયોમાં સંગ્રહિત કુલ પાણીનો જથ્થો ર,૩૯,૮૪૯ એમસીએફટી એટલે કે કુલ ૪ર.ર૮ ટકા છે. જેમાં કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૬.૯૦ થી ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા રપ, પ૦ થી ૭૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૧, રપ ટકાથી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ૬૯ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial