Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકામાં ખેતીપાક ધોવાઈ જતા લીલો દુકાળઃ તત્કાળ વળતર આપવા ભાજપ કિસાન મોરચાની માંગણી

રાવલ-ચદ્રાવાડામાં એક દિ'માં ૧૧ થી ૧પ ઈંચ વરસાદ પડ્યોઃ

ખંભાળિયા તા. રપઃ કલ્યાણપુર તાલુકામાં ખેતીપાક ધોવાઈ જતા લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે, અને ખેતરો જળમગ્ન થતા ખેડૂતોને મોટું નુક્સાન થયું હોઈ, ભાજપના કિસાન મોરચાએ માંગણી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં પણ પપ ઈંચ જેટલો ભારે વરસાદ અને સતત વરસતા એક દિવસમાં ૧૧ થી ૧પ ઈંચ વરસાદ પડતા ખેડૂતોની કફોડી સ્થિતિ સાથે ખેતરો ધોવાઈ જવાની સ્થિતિ થતાં વરસાદની રાહ જોતા ખેડૂતોની વરસાદે દયાજનક સ્થિતિ કરી દીધી હતી.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના અનેક ગામો ટંકારિયા, કલ્યાણપુર, સૂર્યાવદર, રાજપરા, ચુર, ચપર, પાનેલી, દુધિયા, ડાંગરવડ, ધતુરિયા, ભાટિયા, કેશવપુર, હરિપુર સહિતના ગામો અને જામવરાલ ચંદ્રાવાડા ગામો કે જ્યાં એક દિવસમાં ૧૧ થી ૧પ ઈંચ વરસાદ પડ્યો હતો.

જામરાવલના અગ્રણી કેતનભાઈ બુદ્ધભટ્ટીએ જણાવેલ કે નદી કાંઠાના ગામોના ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. સતત વરસાદથી પાણી ભરાતા પાકને ખૂબ જ પાણી લાગી ગયું છે, તો અનેક સ્થળે પાક ધોવાઈ ગયો છે, તો અનેક ખેતરોમાં પૂરથી પાળા તોડીને ૫ાણી આવતા પાક ખેતરમાંથી ચાલ્યો ગયો છે. દ્વારકાના ગામોમાં પણ આવી સ્થિતિ છે, તો ખંભાળિયા-ભાણવડમાં ઓછો વરસાદ હોય, તથા તેની જમીનો વરસાદ સહન કરે તેમ હોય, ત્યાં ઓછું નુક્સાન છે.

દ્વારકા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી કાનજીભાઈ ડાભી તથા કાનાભાઈ કરમુરે રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ, જિલ્લા પ્રભારી તથા કૃષિ મંત્રીને અતિ ભારે વરસાદથી જમીન ધોવાણ, પાકને હાનિ, પશુ હાનિ થઈ હોય, તાકીદે સર્વે કરી વળતરની માંગ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh