Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂ જેવો જ એક વિશાળ અને હાઈડ્રોજનથી સમૃદ્ધ ગ્રહ શોધાયો

નવી દિલ્હી તા. રપઃ વિજ્ઞાનીઓએ ગુરૂ જેવો જ વિશાળ ગ્રહ શોધ્યો છે. હાઈડ્રોજનથી સમૃદ્ધ હોવાનો નાસાએ દાવો કર્યો છે. નાસાના વિજ્ઞાનીઓએ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા ગુરૂ જેવો જ એક વિશાળ ગ્રહ શોધ્યો છે. આ ગ્રહનો વ્યાસ ગુરૂ જેટલો જ પરંતુ તેનું દળ ગુરૂ કરતા છ ગણું વધુ છે. તેમજ આ ગ્રહનું વાતાવરણ પણ ગુરૂની જેમ હાઈડ્રોજનથી સમૃદ્ધ છે. આ ગ્રહને તેના તારની આસપાસ પરિક્રમણ કરતા લગભગ રપ૦ વર્ષ જેટલો સમય લાગે છે. આ ગ્રહ તેના તારાથી પૃથ્વીથી સૂર્યના અંતર કરતા ૧પ ગણા વધુ અંતરે છે. વિજ્ઞાનીઓએ લાંબા સમયથી શંકા છે, કે એક મોટો ગ્રહ ૧ર પ્રકાશ-વર્ષ દૂર તારાની પરિક્રમા કરી રહ્યો છે, પરંતુ તે આટલો મોટો હોવાની અપેક્ષા નહોતી. જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટયૂટ ફોર એસ્ટ્રોનોમીની એલિઝાબેથ મેથ્યુઝની આગેવાની હેઠળની એક આંતરરાષ્ટ્રીય ટીમે ગયા વર્ષે ટેલિસ્કોપ દ્વારા એકત્રિત કરેલા ફોટોનો અભ્યાસ કર્યા પછી બુધવારે નેચર જર્નલમાં તારણ પ્રકાશિત કર્યા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh