Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં રૂડી લાખી માતાજીના પ્રાગટ્યોત્સવ ઉજવવાનું આયોજન

દત્તાણી પરિવાર દ્વારા

જામનગર તા. રપઃ સમસ્ત દત્તાણી પરિવારના કુળદેવી રૂડી લાખી માતાજીના પર૬મા પ્રાગટ્યોત્સવ ઉજવવાનું આયોજન તા. ર૯-૭-ર૪ ના દિને કરવામાં આવ્યું છે. જેમાં રૂડી લાખી માતાજી તથા રૂપા માતાજીના હવન યોજાશે.

તા. ર૯-૭ ના હવનમાં બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે. ત્યારપછી બન્ને માતાજીના મંદિરમાં બીડું હોમાશે. ત્યારપછી સમગ્ર દત્તાણી પરિવારનું સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રાગટ્યોત્સવ નિમિત્તે તા. ર૮-૭ ના રાત્રે ૯-૩૦ વાગ્યે માતાજીના રાસ-ગરબા માતાજીના મંદિરના હોલમાં ગાયત્રી ગરબા મંડળ (ખંભાળીયા) સાથે યોજાશે. તા. ર૮-૭ અને તા. ર૯-૭ એમ બન્ને દિવસ સાંજે આરતી તથા દીપમાળાના દર્શન થશે. બહારગામથી પધારેલા કુટુમ્બીજનો માટે તા. ર૮-૭ ના બન્ને ટાઈમ પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. હવનના મુખ્ય યજમાન તરીકે હસમુખલાલ વૃજલાલ દત્તાણી પરિવાર (અમદાવાદ) એ લાભ લીધો છે.

પ્રાગટ્યોત્સવ ખંભાળીયામાં રૂડી લાખી માતાજી મંદિરમાં અને પ્રસાદી જુની લોહાણા મહાજનવાડી, ગામીત પાળામાં યોજાશે. વધુ વિગતો માટે ચિરાગભાઈ દત્તાણી (૮પ૩૦પ ૩૩૩૩૩), દિપકભાઈ દતાણી (૯રર૮૮ ૮૮પ૮૪) અને કુસુમબેન દત્તાણી (૯૪ર૯૯ ૭૬૭૮૦)નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh