Advertisement
Author: નોબત સમાચાર

કિંમતી મિલકતની વારસાઈ એન્ટ્રી સામે થયેલી અરજી રદ્દ

સગા ભાઈ-બહેને કરી હતી અરજીઃ

જામનગર તા. ૨૫: જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં આવેલી રૂ. ૫૦ લાખની એક મિલકત અંગે વારસાઈ એન્ટ્રી થવા સામે વાંધા અરજી કરાઈ હતી. તે અરજી રદ્દ કરવામાં આવી છે.

જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં હસુમતીબેન રમેશચંદ્ર મોનાણી નામના મહિલાની મિલકત આવેલી છે. તે માટે હસુમતીબેને વીલ બનાવ્યું હતું. તે મિલકતની એન્ટ્રી સિટી સરવે કચેરીમાં દાખલ થવા મનિષ રમેશચંદ્ર મોનાણીએ અરજી કરી હતી.

તે અરજી સામે અજીત રમેશચંદ્ર, મહેશ રમેશચંદ્ર મોનાણી તથા મનાબેન પ્રદીપભાઈ ઘેડીયા, મીરાબેન અનિલભાઈ ગુસાણીએ વાંધો લઈ આ વીલ હસુમતીબેનને ભોળવીને બનાવી લેવાયું હોવાની રજૂઆત કરી હતી. તે તકરાર ચાલી જતાં મનિષ મોનાણીના વકીલ સનત એલ. વોરા, પ્રેરક એસ. વોરાની દલીલો ગ્રાહ્ય રાખી વાંધેદારોની વાંધા અરજી રદ્દ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh