Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોલી બંગલા વિસ્તારમાં આવેલી છે બિલ્ડીંગઃ
જામનગર તા. ૨૫: જામનગરના જોલી બંગલા વિસ્તારમાં આવેલા એક બિલ્ડીંગને ખરીદનાર વ્યક્તિ તથા મૂળ માલિક સામે એક ભાડુઆતે અદાલતમાં દાવો કર્યાે હતો. કોર્ટે વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે.
જામનગરના દિગ્વિજય પ્લોટની શેરી નં.૬૨માં ખોડિયાર નિવાસ નામની બિલ્ડીંગમાં વર્ષ ૧૯૯૨થી રિદ્ધિ સિદ્ધિ હેર આર્ટ નામની ભાડૂતી દુકાન ચલાવતા કીર્તિભાઈ હેમરાજ ભટ્ટીએ મિલકતના મૂળ માલિક તથા તેની ૫ાસેથી ભાડૂતી કબજે જગ્યા ખરીદનાર લાલપુરના ભાવનિક પાડલીયા, નગરના રાજેશ મંગે સામે દીવાની અદાલતમાં દાવો નોંધાવી વચગાળાના મનાઈહુકમની માગણી કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, મકાન માલિક કે નવા ખરીદનાર વ્યક્તિઓ દ્વારા તેઓને દુકાનનો ભોગવટો કરતા કે વ્યવસાયમાં અડચણ કરવામાં ન આવે અને પાડતોડ કરવામાં ન આવે. અદાલતે ભાડૂઆતની તરફેણમાં વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial