Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં મેઘપ્રકોપઃ મીઠી નદી ભરપૂરઃ હાઈટાઈડનું એલર્ટઃ હજારોનું સ્થળાંતર

અંધેરી સબ-વે બંધઃ બજારો, માર્ગો જળબંબાકારઃ ટ્રાફિક જામ

મુંબઈ તા. રપઃ મુંબઈમાં ભારે વરસાદથી બજારો-રસ્તાઓ બેટમાં ફેરવાયા છે, તથા જનજીવન ખોરવાયું, અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે.

દેશમાં અનેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશભાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાય ગયો છે અને લોકલ ટ્રેન સેવા પર પણ અસર જોવા મળી રહી છે.

વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર મુશળધાર વરસાદને પગલે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવી છે.

અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે. ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. તેમજ વાહનો પણ અટવાયા હતાં. ભારે વરસાદને કારણે નવી મુંબઈ મેફકો માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે.

બીજી તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મુંબઈમાં પણ મીઠી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યાના કારણે અનેક જગ્યાએ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા આજે પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈને પાણી પૂરૃં પાડતા ડેમમાં પાણીનો સંગ્રહ ૬૬.૭૭% થઈ ગયો છે.

તુલસી, વિહાર બાદ તાનસામાં પણ પાણીના સંગ્રહમાં વધારો થયો છે. મોડકસાગર તળાવ પણ ઓવરફલો થવાના આરે છે. બીએમસીએ મુંબઈમાં આજે (રપ-જુલાઈ) બપોરે ૩ વાગ્યે હાઈટાઈડનું એલર્ટ જાહેર કર્યુ છે. દરિયાકાંઠે ૪ થી પ મીટર ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે. જેના પગલે લોકોને દરિયાકાંઠેથી ન જવા ચેતવણી જાહેર કરવામાં આવી છે. મુંબઈ ઉપરાંત પૂણેની હાલત પણ ખરાબ છે. જ્યાં ઘણાં વિસ્તારોમાં ૧૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh