Advertisement
Author: નોબત સમાચાર

નગરની શાક માર્કેટ પાસે અસહ્ય અને ભયંકર ગંદકીના અહેવાલો પછી પણ સ્થિતિ યથાવત !

જામનગર મહાનગરપાલિકાના નિંભરતંત્રની નિષ્ક્રીયતાનો નાદાર નમુનો

જામનગર મહાનગરપાલિકા તંત્રના નિંભરતા, નિક્રીયતા, લાપરવાહી, ભ્રષ્ટાચાર, હપ્તાખોરી, કામચોરી વગેરેની ચર્ચા કાયમી માટે થતી જ રહે છે. કારણ કે સમગ્ર શહેરની જનતાને સ્પર્શતી અતિ ગંભીર સમસ્યા અંગે જનતાના અવાજ સ્વરૂપે અખબારોના માધ્યમથી પ્રસિદ્ધ થતા અહેવાલોને પણ તંત્ર કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગણકારતા નથી !

નોબતમાં ગઈકાલના તા. ર૩-૭ ના અંકમાં શહેરની મધ્યમાં આવેલ શાક માર્કેટ તથા આસપાસના વિસ્તારોમાં ફેલાયેલા ભયંકર ગંદકીના સામ્રાજ્ય ઢોરના અડીંગાનો અહેવાલ તસ્વીરો સાથે પ્રસિદ્ધ થયો... પણ આ અહેવાલની પ્રજાની પીડાની જનતાના અવાજની તંત્ર દ્વારા કોઈ દરકાર કરવામા ંઆવી નથી. તંત્ર દ્વારા જાણે પરાણે કામ કરવું પડતું હોય તેમ રાબેતા મુજબના બે-ચાર સફાઈ કર્મચારીઓ આવ્યા... ગંદકી અને કચરો જેમ તેમ ભેગો કરી ઢગલો કરીને ચાલ્યા ગયા... કેટલાક જાગૃત વેપારીઓએ આ ઢગલા દૂર કરવા કહ્યું તો સફાઈવાળાઓએ જવાબ આપ્યો તે અમારૃં કામ નથી. ઉપાડવાવાળા બીજા છે!

તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તો કામચોર અને નિંભર બની જ ગયા છે, જ્યારે ચૂંટાયેલા સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ તો બજેટની વાહવાહ કરવામાં, નવા નીરના વધામણા જેવા કાર્યક્રમોમાં વ્યસ્ત છે.

જનતાનો અવાજ રજુ થાય અને તેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ કાર્યવાહી થાય તેવા સાચા અર્થમાં જનપ્રતિનિધિ હવે છે જ કયાં..? ચૂંટાઈને આવ્યા એટલે વિજયના મદમાં અને અહ્મમાં રચ્યા પચ્યા રહેતા લોકો પાસેથી શું આશા રાખવી?

અત્યારે જામનગર શહેરમાં ચાંદીપુરા, કોલેરા જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સિઝનલ રોગોમાં મેલેરીયા, ટાઢ, તાવ, ઝાડા-ઉલ્ટી જેવા રોગીઓથી દવાખાના-હોસ્પિટલો ઉભરાઈ રહ્યા છે. ત્યારે આવી ગંદકીને દૂર કરવામાં લાપરવાહી તે જો કડક શબ્દોમાં આલોચના કરીએ તો તંત્રની ફરજમાં ગુન્હાહિત બેદરકારી ગણી શકાય...

અખબારી અહેવાલોને નહીં ગણકારતા રાજકીય વ્યક્તિઓએ સમજી લેવાની જરૂર છે કે ર૯૦ માંથી ર૩૦ થતા વાર નથી લાગતી..!! ૧પ૬ ભલે હોય પણ જનસંખ્યા તો કરોડોની સંખ્યામાં છે..!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh