Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાતઃ
પેરીસ તા. રપઃ રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન ફરી એક વખત આઈઓસીના સભ્ય તરીકે સર્વાનુમત્તે ચૂંટાયા છે. તેણીએ આને દેશનું ગૌરવ ગણાવ્યું હતું, અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ફરી એકવાર રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ફરી એકવાર આઈઓસીના સભ્ય તરીકે સર્વસંમતિથી ચૂંટાયા છે. તેમની તરફેણમાં કુલ ૯૩ મત પડ્યા હતાં. નીતા અંબાણી ર૦૧૬ માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત આઈઓસી સભ્ય તરીકે ચૂંટાયા હતાં.
નીતા અંબાણીની તરફેણમાં ૧૦૦ ટકા વોટ પડ્યા હતાં જેના પછી તેઓ ઈન્ટરનશેનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે હું પુનઃ ચૂંટાઈને ખૂબ જ સન્માનિત અનુભવંુ છું અને હું આઈઓસીના મારા તમામ સાથીદારોનો મારા પરના વિશ્વાસ માટે આભાર માનું છે. ફરી એકવાર ચૂંટાવું એ મારા માટે માત્ર એક વ્યક્તિગત સીમાચિન્હરૂપ નથી, પરંતુ તે વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતનો વધતો પ્રભાવ પણ દર્શાવે છે. હું આ આનંદ અને ગર્વની ક્ષણને ભારત અને સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના આંદોલનને મજબૂત બનાવવા તત્પર છું.
નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ ભારતને ૪૦ વર્ષની રાહ જોયા પછી આઈઓસી વાર્ષિક બેઠકના હોસ્ટિંગ અધિકારો મળ્યા હતાં. વર્ષ ર૦ર૩ માં મુંબઈમાં જીયો વર્લ્ડ સેન્ટરમાં તેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં નીતા અંબાણીના નેતૃત્વમાં પ્રથમ વખત ઈન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ, સમર્થકો અને દર્શકો માટે ભારતથી દૂર ઘર જેવું છે.
નીતા અંબાણીનું પેરિસમાં ભવ્ય સ્વાગત થયું હતું. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેકોનને મળ્યા હતાં. આ અંગે એક તસ્વીર પણ સામે આવી છે. ઓપનિંગ સેરેમની પહેલા ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં નીતા અંબાણી ભાગ લેવા આવ્યા હતાં, જો કે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન ર૬ જુલાઈના થશે, પરંતુ આજથી જ ગેમ્સ શરૂ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial