Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંદીપુરાની ચિંતા અને કોલેરાનું કષ્ટ
જામનગર તા. રપઃ જામનગર શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતા જળાશયો છલકાયા છે અને સાગર, સિંહણ, સસોઈ સહિતના જળાશયો પર કુદરત ખીલી ઊઠી છે અને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે, જે નિહાળવા નગરજનો પરિવાર સાથે જઈ રહ્યા છે. આ પ્રકારનો નજારો નિહાળવો એ પણ એક લ્હાવો છે અને દરેક વ્યક્તિને તે નિહાળવાનું મન થાય, તે સ્વાભાવિક છે. તેથી જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ, પદાધિકારીઓ પરિવાર સાથે નજારો નિહાળવા જાય તો તેમાં વાંધાસરખું ન ગણાય.
લોકોને સવાલ એ ઊઠે કે આ મહાનુભાવોને રણજીતસાગરની સાઈટ પર જઈને તેનો નજારો નિહાળાવની મોજ માણવાનો ટાઈમ મળે છે, પરંતુ વરસાદ પછી નગરમાં ઠેર-ઠેર સર્જાયેલી બદતર સ્થિતિ નિહાળવા નિકળવાનો ટાઈમ જ કેમ નહી મળતો હોય? રાબેતામુજબની મિટિંગો ઘટાડીને કે ટૂંકાવીને પ્રવર્તમાન સ્થિતિ નિહાળવા નેતાઓ ચૂંટણીની સિસ્ટમથી જ દરેક વોર્ડની મુલાકાત ન લઈ શકે? દરેક સોસાયટી-ટાનઉશીપમાં જે-તે વોર્ડના ચારેય કોર્પોરેટરો રૂબરૂ મુલાકાત લઈને તેનો રિપોર્ટ મેયરને ન આપી શકે? મુખ્ય બોડી તમામ વધુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લઈ શકે? એવી જ રીતે મ્યુનિ. કમિશનર, ડે. કમિશનર તથા તાબાનું તંત્ર નગરવ્યાપી પૂરેપૂરૂ વાસ્તવિક નિરીક્ષણ ન કરી શકે?
એવી જ રીતે હાલારના બન્ને જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર અને તેનું તંત્ર, ડીડીઓ અને તેનું તંત્ર, એસપી અને તેનું તંત્ર તથા ખેતીવાડી-સિંચાઈ વગેરે સંલગ્ન વિભાગોના વડાઓ માહિતી ખાતાને સાથે રાખીને ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નિરીક્ષણ સાથે જરૂરી નિર્ણયો સ્થળ પર જ ન લઈ શકે?
જિલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખો, પદાધિકારીઓ પૈકી કેટલાક પોતાના વિસ્તારમાં નીકળ્યા હશે, પરંતુ વર્તમાન સ્થિતિને લઈને તમામ પદાધિકરીઓ ચૂંટણીફેઈમ કાર્યક્રમ જાહેર કરીને જેવી રીતે ચૂંટણી પ્રચાર માટે ગામેગામ જતા હતાં તેવી જ રીતે ગામેગામ પહોંચી ન શકે? એવી જ રીતે પક્ષ-વિપક્ષના ચૂંટાયેલા નેતાઓ તથા પક્ષના જિલ્લા-તાલુકા-શહેર કક્ષાના હોદ્દેદારો અલગથી લોકસંપર્ક માટે ચૂંટણીના પ્રચારની પદ્ધતિ જ ડોર-ટુ-ડોર ફરીને સ્થિતિ જાણીને તંત્રને દોડતું ન કરી શકે? આ સવાલોનો જવાબ છે, કોઈ પાસે?... નહીં હોય...
અત્યારે ચાંદીપુરાની નવી બીમારી બાળકોના જીવ લઈ રહી છે અને જામનગર જિલ્લામાં આ રોગચાળો વકરાવ્યા પછી જી.જી. હોસ્પિટલમાં જ અડધો ડઝનથી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા, તથા બે-ત્રણ બાળકોના જીવ ગયા. બીજી તરફ કોલેરાનો ઉપદ્રવ વધ્યો છે, તો સિઝનલ બીમારીના કારણે ઘેર-ઘેર બીમારીના ખાટલા છે.
આ પ્રકારની ગંભીર સ્થિતિમાં હવે એરકન્ડીશનર ચેમ્બરો કે હોલમાં મિટિંગો કરવી, અખબારોમાં પ્રેસનોટ મોકલવી, ઘેર બેઠા-બેઠા સોશ્યલ મીડિયાના માધ્યમથી સલાહો આપવી વગેરે ધતીંગ કર્યે નહીં ચાલે. મત માંગવા નીકળો છો તેવી જ રીતે અત્યારે પણ બહાર નીકળો, લોકોની વ્યથા જાણો, જરૂરી કામો કરાવો અને લોકોની વચ્ચે રહીને મદદરૂપ બનો, અન્યથા લોકો હવે મતો નહીં આપે.. અંગૂઠો દેખાડશે... તે કોઈ નેતા ભૂલે નહીં... ઉભયપક્ષે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial