Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર૩૬ તાલુકાઓમાં વરસાદઃ ૩૦૦ રોડ બંધઃ
અમદાવાદ તા. રપઃ છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ર૩૬ તાલુકાઓમાં ૧૪ ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે, અને આગાહી મુજબ આજે પણ ઘણાં સ્થળે વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે વરસાદની અગાહી છે. પ૧ જળાશયો પર એલર્ટ અપાયું છે અને હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે. આ કારણે રાજ્યમાં નવ લોકોના જીવ ગયા હોવાના અહેવાલો છે.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં ર૪ કલાકમાં ર૩૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે તેમજ ૩પ તાલુકાઓમાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. સૌથી વધુ બોરસદમાં ૧૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ૯ ઈંચ, તિલકવાડામાં ૯ ઈંચ તેમજ પાદરામાં ૮.પ ઈંચ, ભરૂચમાં ૭.પ ઈંચ અને ખેરગામમાં ૬.પ ઈંચ, નસવાડીમાં ૬ ઈંચ વરસાદ આવ્યો છે.
નાંદોદ અને સિનોરમાં ૬-૬ ઈંચ વરસાદ, ઝગડિયા અને અંકલેશ્વરમાં પ-પ ઈંચ વરસાદ, દહેગામ અને હાસોટામાં પ-પ ઈંચ વરસાદ, સુરતના મહુવા અને સુબિરમાં પ-પ ઈંચ વરસાદ, હાંસોલ અને સંખેડામાં પ-પ ઈંચ વરસાદ, વાગરા અને માંગરોળમાં ૪-પ ઈંચ વરસાદ, દાહોદ અને કરજણમાં ૪-પ ઈંચ વરસાદ, વધઈ અને બારડોલીમાં ૪.રપ ઈંચ વરસાદ, કપડવંજ અને વાલિયામાં ૪-૪ ઈંચ વરસાદ તેમજ તલોદ, ખંભાત અને પલસાણામાં ૪-૪ ઈંચ વરસાદ આવ્યો છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અનરાધાર વરસાદને પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. સુરતના ઉંમર૫ાડામાં ર૪ કલાકમાં ૧૩.૧પ ઈંચ, પલસાણામાં ૯.રપ ઈંચ, માંગરોળ અને બારડોલીમાં ૯ ઈંચ વરસાદને પગલે જિલ્લાના ૧૩ર જેટલા રસ્તા બંધ થઈ ગયા છે. કીમ-ગોથાણ વચ્ચે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. પલસાણા ચલથાણ ખાડીમાં એક તેમજ માંડવીમાં બે વ્યક્તિ તણાઈ ગયા છે. જેમાં બેના મૃતદેહ મળ્યા છે. નવસારીમાં ખેરગામમાં ૯.૯ ઈંચ અને નવસારી વાંસદામાં ૬.પ ઈંચ વરસાદ ખાબકયો છે. તાપી જિલ્લામાં ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે. પાંચ જિલ્લામાં ૩૦૦ વધુ રસ્તા, કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે.
સુરતમાં સતત ચોથા દિવસે વરસાદની બેટીંગને કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. શહેરમાં પ.રપ ઈંચ વરસાદ ખાબકતા વરસાદી પાણી ઓસરી રહ્યા નથી. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે સીમડા ખાડી છલકાઈ જતા કેટલાક વિસ્તારોમાં ખાડીપુર જેવી સ્થિતિ છે. શહેરમાં જ ૯૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા નથી.
પલસાણાના ચલથાણ ગામની ખાડીમાં તણાઈ જતા બાવન વર્ષિય સંજય ભાઉરાવ પવારનું મોત નિપજ્યું છે, જ્યારે માંડવી તાલુકાના મોરણ ખાડી પર માછલી પકડવા ગયેલા જુના કાકરાપાર બંગલા ટોઈ ફળિયાના ૪ર વર્ષના પરેશ માધુભાઈ ચૌધરી અને પર વર્ષના અજીત વંશીભાઈ ચૌધરી તણાઈ ગયા હતાં.
પલસાણા, માંગરોળ તેમજ સુરત શહેરમાંથી ૩૦૦૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને રેસ્ક્યુ કરાયું છે. ભારે વરસાદના કારણે મહુવા, માંડવી, ઉંમરપાડા, માંગરોળ, કામરેજમાં કાચા મકાનો તથા ઘરની દીવાલો પડી જવાના સાત બનાવો નોંધાયા હતાં. સુરત જિલ્લાના ૧૩ર રસ્તાઓ બંધ થઈ જતા લોકોને આવાગમનમાં મુશ્કેલી પડી રહી છે. સુરતના ગોથાણ ગામે રેલવે સ્ટેશન નજીક ડાઈન મેઈન લાઈન પર નદીના પુલ ઉપર પાણી પહોંચી જતા બુધવારે (ર૪ જુલાઈ) સવારે ૧૦ વાગ્યે મુંબઈ-દિલ્હી મેઈન લાઈન પરની રેલવે વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ભરૂચ-વડોદરા વચ્ચે ટ્રેનો અટકી પડી હતી. અનેક ટ્રેનો ચાર કલાક સુધી લેઈટ ચાલી રહી છે.
નવસારીના ખેરગામમાં ૯.૯ ઈંચ સહિત તાલુકાઓમાં ૬.પ ઈંચ સુધીના વરસાદે નદીકિનારા અને નિચા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવી નાંખ્યું છે. લોકમાતા પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ગણદેવીમાં બે મકાન તૂટી પડ્યા હતાં. સ્કૂલ-કોલેજમાં રજા આપી દેવામાં આવી હતી. જિલ્લામાં ૩૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. ૭૮ રસ્તા પાણી ભરાતા બંધ થઈ ગયા છે. તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, સોનગઢમાં સાંબેલાધાર વરસાદને પગલે જિલ્લામાં ૮૭ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે.
સોનગઢ તાલુકાના ડોસવાડા ગામનો ગાયકવાડ શાસનનો ડોસવાડા ડેમ તેની ૧ર૩.૪, મીટરની સપાટી (પ૦૪ ફૂટ) વટાવી વહેતો થયો હતો. જેને પગલે મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં, જેથી ૧૭ ગામોને એલર્ટ કરાયા છે, જ્યારે ડાંગ જિલ્લામાં સિઝનમાં પહેલીવાર મેઘ મહેર જોવા મળી છે. વધઈમાં ૭, આહવામાં પ ઈંચ વરસાદ ખાબક્યો છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં અનેક ધોધ અને ઝરણા સક્રિય થયા છે. વરસાદને કારણે ત્રણ રસ્તાઓ બંધ થયા છે. વલસાડ જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમમાં પાણીની આવક થતા ૪૯ હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પારડીનો અરનાલાનો કોઝ-વે સતત ત્રીજા દિવસે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા ર૮ મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા માછીમારોને દરિયા નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. ર૩ મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં ૩, બનાસકાંઠામાં ર, કચ્છ ર, રાજકોટ ૧ અને સુરત ૧ એમ કુલ ૯ માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial