Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરાયા
જામનગર તા. રપઃ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા કલેક્ટર, જામનગરની સૂચના અનુસાર સમગ્ર જામનગરમાં ઉંદરને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગ્લુટ્રેપ, ગ્લુબોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારા ગ્લુટ્રેપને કારણે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ના નિયમ ૧૧ ની પેટા કલમ (પ) નો ભંગ થાય છે અને નિર્દોષ ઉંદરને યાતના ભોગવવી પડતી હોવાથી સમગ્ર જામનગર જિલ્લામાં ગ્લુટ્રેપના ઉત્પાદન, વેંચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્દેશો કરવામાં આવ્યા છે.
ઉંદરોનું નિયંત્રણ થાય તે ઈચ્છનીય છે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ અને તેના હેઠળના નિયમો સાથે સુસંગત બને તે જરૂરી છે. ગ્લુટ્રેપના ઉપયોગથી ઉંદરોને ડીહાઈડ્રેશન, ભૂખમરા, ગુંગળામણ થાય છે અને તેને ખૂબ જ પીડા પહોંચે છે. તેથી ઉંદરોનું ખૂબ જ પીડાદાયક મૃત્યુ થાય છે. ઉંદરોની વસ્તીના નિયંત્રણ માટે અન્ય માનવીય ઉપાયો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. તેથી ગ્લુટ્રેપ જેવી પીડાદાયક પદ્ધતિ પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે, તેમ સભ્ય સચિવશ્રી, પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, જામનગર અને નાયબ પશુપાલન નિયામક, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial