Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાના ભૂલકાઓ દ્વારા મતદાન સ્લીપનું વિતરણ !
જામનગર તા. રપ : હાલ લોકસભાની ચૂંટણી સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તેવા જોરદાર પ્રયાસો-પ્રચાર થઈ રહ્યા છે. આ દરમ્યાન વહીવટીતંત્ર દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને સરકારે નિયુકત કરેલા બીએલઓ મારફત મતદારોને મતદાન માટેની કાપલી-સ્લીપ પહોંચાડવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
આ દરમ્યાન બેડ ગામમાં સરકારી બીએલઓ હવે પોતે ઘરે-ઘરે જઈને મતદાન સ્લીપ પહોંચાડવાના કામમાં પોતાની શાળાના નાના ભૂલકાઓ-વિદ્યાર્થીઓને પણ કામે લગાડ્યા છે.
ભારતના ચુંટણી પંચે જાહેર કરેલી કડક જોગવાઈમાં ચૂંટણી પ્રચાર કે અન્ય કોઈ કામગીરીમાં, ઈવન સભામાં સગીર વયના બાળકોને જોડવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે બેડ ગામના શિક્ષક-બીએલઓ દ્વારા ભૂલકાઓને સરકારી તંત્રની ચૂંટણી સંબંધી કામગીરીમાં જોતરીને ચૂંટણી આચાર સંહિતાની જોગવાઈનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. શું વહીવટી તંત્ર જવાબદાર બીએલઓ સામે પગલા લેશે ? જો પગલાં નહીં લેવાય તો જિલ્લામાં અન્ય ગામ-શહેરોમાં પણ આવી હરકત થવાની શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial