Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂદ્વારા પાસે ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝબ્બેઃ રાજકોટના એક શખ્સનું નામ ખૂલ્યું

બેડી નાકા પાસેથી ગંજીપાનાનો ઝડપાયો જુગારઃ

જામનગર તા. ૨૫: જામનગરના ગુરૂદ્વારા વિસ્તાર પાસે ક્રિકેટ બંગલાની શેરી નજીકથી એક શખ્સ ગઈકાલે રાત્રે ક્રિકેટનો સટ્ટો રમતો પકડાયો છે. જ્યારે કેવી રોડના ખૂણા પાસેથી પાંચ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે.

જામનગરના ગુરૂદ્વારા વિસ્તારમાં એક શેરીમાં ગઈકાલે રાત્રે આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે ક્રિકેટ બંગલાની શેરી નં.રમાં દરોડો પાડ્યો હતો.

તે સ્થળે જાહેરમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં એક એપ પરથી ક્રિકેટનો સટ્ટો રમી રહેલા તળાવની પાળ પાસે દિગ્વિજય પ્લોટની શેરી નં.૧૫માં રહેતા આશિષ ઉર્ફે લાલા વિનોદરાય નથવાણી નામના શખ્સને પોલીસે પકડી લીધો હતો. તેના કબજામાંથી રોકડ તથા મોબાઈલ કબજે કરાયા છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતાં રાજકોટના પિયુષ પટેલનું નામ અને મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે. બંને સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.

જામનગરના બેડી નાકા પાસે ગઈકાલે સવારે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સુનિલ બાબુભાઈ બાંભણીયા, મનુભા જેઠાજી જાડેજા, પ્રતાપ ખેતાભાઈ નાથાણી, કિશન પ્રતાપભાઈ નાથાણી, નઝીમ યુનુસ ફૂલવાલા નામના પાંચ શખ્સને સિટી-બી ડિવિઝનના ડી સ્ટાફે પકડી પાડી રૂ.૩૩૩૦ રોકડા ઝબ્બે લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh