Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની
જામનગર તા. રપઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની તમામ સંલગ્ન હોસ્પિટલો માટે નેશનલ એક્રેડીએશન બોર્ડનું એક્રેડીએશન ફરજીયાત કરવામાં આવ્યું છે. આ એક્રેડીએશન મેળવવા માટેના ચક્રો ગતિમાન થયા છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ડો.મુકુલ પટેલે જણાવ્યું છે કે તેઓ ગુજરાતની તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલ એનએબીએચ એક્રેડીએશન ફરજીયાત કરાવાશે અને આ અંગે જો કોઈ કોલેજ કચાશ રાખશે તો એમને આ અંગે દંડકીય કાર્યવાહી પણ કરાશે. જેથી કરીને આ ટ્રેઈનીંગ પ્રોગ્રામ ગોઠવવામાં આવેલ છે.
તમામ હોસ્પિટલને આયુષ વીમો મળે તેમજ દેશની તમામ વીમા કંપની દ્વારા દર્દીને અપાતી તમામ ચિકિત્સા કેશલેશ કરી શકાય એવું વીઝન ધરાવે છે. આ અંગે આઈઆરડીએ દ્વારા આયુષ વીમાને પ્રમાણિત કરાતા હવે તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં સારવાર લેતા ઈન્સ્યોરન્સવાળા દર્દી પોતાની સારવાર કેશલેશ કરાવી શકશે. આ કેશલેશ સુવિધા માટે તમામ હોસ્પિટલને એક્રેડીએશન મળતા એનું રોહિણી રજીસ્ટ્રેશન તેમજ એનપેનલ્મેન્ટની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આવા તમામ પ્રયત્નો સફળ થતાં યુનિવર્સિટી અંતર્ગત ગુજરાતની તમામ હોસ્પિટલમાં કેશલેશ સારવાર ઉપલબ્ધ થઈ જશે. આયુષ્માન ભારત કાર્ડ, માતૃત્વ કાર્ડ તેમજ અન્ય સરકારી યોજનાઓ પણ સંલગ્ન હોસ્પિટલમાં ઉપલબ્ધ બનશે. આ સિવાય ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ સાથે સંલગ્ન રિસર્ચ સેન્ટર ડેવલપ કરવાનું આયોજન કરનાર છે. જેનાથી આગામી દિવસોમાં આયુષ હોસ્પિટલમાં રોગને આધારિત સ્પેશ્યાલાઈઝ સેન્ટર ડેવલપ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial