Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટાર પ્રચારકો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નિવેદનો સંદર્ભે
નવી દિલ્હી તા. રપઃ ભારતીય ચૂંટણીપંચે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસને તેના સ્ટાર પ્રચારકોના વિવાદાસ્પદ નિવેદનોની ફરિયાદોના સંદર્ભે નોટીસ પાઠવી હોવાનું જાણવા મળે છે.
આજે ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેકશન કમિશ્નર ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ અને કોંેંેંગ્રેસને નોટિસ મોકલી છે. બન્ને પક્ષો પાસેથી ર૯-એપ્રિલના સવારે ૧૧ વાગ્યા સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાના ભાષણો દરમિયાન આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કોંગ્રેસે ચૂંટણી પંચને કરી હતી. તેવી જ રીતે ભાજપ તરફથી પણ રાહુલ ગાંધીના કેટલાક નિવેદનોને લઈને ચૂંટણી પંચને રાવ કરી હતી.
આ ફરિયાદોના સંદર્ભે ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોના ભાષણોની જવાબદારી રાજકીય પક્ષોએ પણ લેવી જોઈએ, તેવો અભિગમ દર્શાવીને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટીસો પાઠવી હોવાનું જાણવા મળે છે.
દિલ્હીથી મળતા અહેવાલો મુજબ લોકસભાની ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ર૬ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છે. કુલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા જનતાને રીઝવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર રોડ શો અને વિજય સંકલ્પ રેલી અને ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જાહેર સભાઓમાં થઈ રહેલી નિવેદનબાજીને લઈને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે.
ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદો અંતર્ગત પીએમ મોદી અને રાહુલ ગાંધીના નિવેદનો સંદર્ભે ભાજપ અને કોંગ્રેસને નોટીસ પાઠવી છે. ચૂંટણીપંચે બન્ને પાર્ટીઓ પાસેથી જવાબ માગ્યો છે.
ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા જવાબ રજૂ કરવાનો રહેશે. ર૯ એપ્રિલ સવારે ૧૧ વાગ્યા સુધીમાં જવાબ આપી દેવા જણાવ્યું છે. ચુંટણી પંચે બન્ને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૭૭ હેઠળ જવાબ આપવા કહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પરના નેતાઓના ભાષણોના વધુ ગંભીર પરિણામો આવી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial