Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુનપુન પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી
પટણા તા. રપઃ બિહારમાં જનતા દળ (યુ) ના યુવા નેતા સૌરભકુમારની ગોળી મારીને હત્યા કરાતા ખળભળાટ મચ્યો છે. તેના સાથીદાર મુનમુનકુમાર ઘાયલ થયા છે અને ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર છે, જ્યાં પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં સૌરભનો સાથીદાર મુનમુન કુમાર ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને પટનાના શંકરબાગ સ્થિત એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના પાઈમાર ગામના સુથાર પુલની નજીક બની હતી. કહેવાય છે કે અહીં બાઈક પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ સૌરભને ગોળી મારીને ભાગી ગયા હતાં. ૩૩ વર્ષિય સૌરભકુમાર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. તે મિત્ર મુનમુન સાથે રાત્રે ૧ર વાગ્યે કારમાં લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઈક પર સવાર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સૌરભ કુમારને માથામાં ગોળી વાગી હતી જેના કારણે તેનું મોત થયું હતું. તેના મિત્ર મુનમુન કુમારને બે ગોળી વાગી છે અને તેની હાલત નાજુક છે.
જેડીયુ નેતાની હત્યાની ઘટનાથી ગ્રામીણો ગુસ્સે છે અને મૃતદેહને એમ્બ્યુલન્સ સાથે રસ્તા પર રાખી દેખાવો શરૂ કરી દીધા છે. આ દરમિયાન એનએચ ૮૩ થી પટના સુધીનો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે. લોકોએ ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડવાની માંગ કરી હતી. ઘટનાની માહિતી મળતા પુનપુન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. લોકોને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial