Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં દારૂના લાયસન્સધારકો માટે ડ્રાય-ડે

મતદાનના ૪૮ કલાક પહેલાથી અને મતગણતરીના દિવસે

જામનગર તા. રપઃ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અન્વયે મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને 'ડ્રાય-ડે' જાહેર કરાયા છે.

લોકસભા સામાન્ય ચૂંટણી ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં તા. ૭-પ-ર૦ર૪ ના મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.કે. પંડ્યા દ્વારા જાહેરનામા થકી મતદાન પૂરૃં થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા. પ, સાંજના ૬ કલાકથી તા. ૭-પ-ર૦ર૪ ના રાત્રિના ૧૦ કલાક સુધી અને મતગણતરીના દિવસને એટલે કે તા. ૪-૬-ર૦ર૪ ના દિવસને 'ડ્રાય-ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણીનું કાર્ય નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલ કેફી પદાર્થોનું વેંચાણ કરતી હોટલ, ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પૂરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યક્તિગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યક્તિઓને તા. ૭-પ-ર૦ર૪ ના મતદાન પૂરૃં થવા માટે નિયત સમયથી ૪૮ કલાક પહેલાનો સમયગાળો એટલે કે તા. પ-પ-ર૦ર૪ ના સાંજના ૬ કલાકથી તા. ૭-પ-ર૦ર૪ ના રાત્રિના ૧૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા. ૪-૬-ર૦ર૪ ના દિવસે (મગતણતરી પૂર્ણ થાય અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી) દારૂ વેંચાણ કરવા/પીરસવા પર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh