Advertisement
Author: નોબત સમાચાર

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ જોડાયા

તા. ૭ મે ના ૧૦૦ ટકા મતદાન માટે

દ્વારકા તા. ૨૫: મતદાન જાગૃતિ અભિયાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ જોડાયા છે. આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાએ જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે બેઠક યોજી હતી.

વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વમાં જોડાય અને આગામી તા. ૭ મે ના ૧૦૦% મતદાન કરે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાએ બેઠકનું આયોજન કર્યું હતું.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૦૦% મતદાન થાય તેમજ દિવ્યાંગ અને અશકત નાગરિકો સાથે સાથે સૌ નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં જોડાય ઉપરાંત જિલ્લાના નાગરિકોને પણ વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે અપીલ કરતો સંદેશો પાઠવવા જણાવ્યું હતું.  તેમજ ખાસ મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે અને મતદાતાઓ જાગૃતિ થાય તે માટે જરૂરી સૂચન કર્યું હતું.

બેઠકમાં ઉપસ્થિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર  પણ પૂરતો સહયોગ આપવા તેમજ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવા હકારાત્મક વલણ દાખવ્યું હતું. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલ વિગેરે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર  ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh